vaccinated dog -injection/ 12 વિદ્યાર્થીઓને વેક્સિનેટેડ શ્વાને બચકું ભરતા મચ્યો હાહાકાર, વેક્સિનેટેડ શ્વાન બચકું ભરે તો ઇન્જેકશન લેવા જરૂરી નથી, લોકોની ગેરમાન્યતા પર ડોક્ટરની સલાહ

દેશભરમાં શ્વાનનો આંતક વધ્યો છે. મુંબઈમાં વેક્સિનેટેડ શ્વાનનો વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ પર હુમલો થતા મચ્યો ઉહાપોહ.

Trending Lifestyle
Beginners guide to 45 12 વિદ્યાર્થીઓને વેક્સિનેટેડ શ્વાને બચકું ભરતા મચ્યો હાહાકાર, વેક્સિનેટેડ શ્વાન બચકું ભરે તો ઇન્જેકશન લેવા જરૂરી નથી, લોકોની ગેરમાન્યતા પર ડોક્ટરની સલાહ

દેશભરમાં શ્વાનનો આંતક વધ્યો છે. મુંબઈમાં વેક્સિનેટેડ શ્વાનનો વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ પર હુમલો થતા મચ્યો ઉહાપોહ. આપણને અનેક વખત જોયું છે કે શ્વાનના હુમલામાં લોકોને ગંભીર ઇજા તથા કેટલાક કિસ્સામાં મોત થયાનું પણ સામે આવ્યું છે. શ્વાન બચકું ભરે તો પણ ઇન્જેકશન લેવા જોઈએ. ઇન્જેકશ લેવામાં બેદરકારી મોટી સમસ્યા સર્જી શકે છે. ડોક્ટર કહે છે કે ભલે, વેક્સિનેટેડ શ્વાન બચકું ભરે તો પણ ઇન્જેકશન તો લેવા જ જોઈએ. મુંબઇમાં શનિવારે IITના કેમ્પસમાં એક શ્વાને 12 વિદ્યાર્થીઓ અને બે કર્મચારીઓને બચકું ભરી લેતા મોટો ઉહાપોહ મચ્યો હતો. મુંબઇમાં બનેલ ઘટનાની BMCને જાણ થતાં મ્યુનિસિપલના કર્મચારીઓ તે શ્વાનને પકડી ગયા. અને વિદ્યાર્થીઓ સહિત કર્મચારીઓને સારવાર આપવાનું ચાલુ કર્યું.

BMCની ડ્રાઈવ

શ્વાનનો હુમલાઓ વધતા BMCએ ઍન્ટિ-રૅબીઝ રસીની ડ્રાઈવ શરૂ કરી છે અને હજુ તે ચાલુ છે. શનિવારે IIT કેમ્પસમાં શ્વાને વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને બચકું ભરતા મ્યુનિસિપલિટીની ટીમ તાત્કાલિક કેમ્પસ પંહોચી અને શ્વાનને પકડી લીધો. શ્વાનને વેટરનિટી વિભાગમાં રાખવામાં આવ્યો છે. જ્યાં તેને થોડા દિવસ નિરીક્ષણ હેઠળ રખાશે. અને કોઈ અન્ય ચિહ્ન નહી જણાય તો શ્વાનને છોડી મૂકવામાં આવશે. વેટરનિટી વિભાગના ડોક્ટરે જણાવ્યું કે પકડવામાં આવેલ શ્વાન વેક્સિનેટેડ છે, પરંતુ છતાં પણ શ્વાને જે લોકોને બચકું ભર્યું છે તેમણે પાંચ ઇન્જેકશનનો કોર્સ તો કરવો જ પડશે. આ ઇન્જેક્સશન પહેલા ડૂંટીમાં આપવામાં આવતા હતા પરંતુ હવે મસલ્સમાં અને હાથમાં આપવામાં આવે છે.

લોકોમાં સામાન્ય માન્યતા

ડોક્ટરનું કહેવું છે કે શ્વાન વેક્સિનેટેડ હોય પરંતુ શ્વાન બચકું ભરતા લોકોમાં કેટલીક આડ અસર તો જરૂર જોવા મળે છે. આથી, શ્વાન વેક્સિનેટેડ હોય કે ના હોય બચકું ભરતા તે લોકોએ તાત્કાલિક પાંચ ઇન્જેકશનનો કોર્ષ જરૂર કરવો જોઈએ. વધુમાં ડોક્ટરે કહ્યું કે મુંબઈમાં મોટાભાગના શ્વાનોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે સાથે શ્વાનની વસ્તી પર નિયંત્રણ કરવા 80 ટકા જેટલા શ્વાનોની નસબંધી પણ કરવામાં આવી છે. લોકોમાં સામાન્ય માન્યતા છે કે વેક્સિનેટેડ શ્વાન હોય તો ઇન્જેકશન લેવા જરૂરી છે. લોકોમાં રહેલ આ ગેરમાન્યતા દૂર કરવા આ બાબતે લોકોને જાગૃત કરવા એવરનેસ કેમ્પેન શરૂ કર્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Attack on BSF/ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરતા બાંગ્લાદેશીઓએ BSF પર હુમલો કર્યો, એક દાણચોરનું મોત

આ પણ વાંચો:Lok Sabha Elections 2024/PM મોદીની તસવીરો હટાવી દેવી જોઈએ, કાર્યકર્તાએ ચૂંટણી પંચને કાનૂની નોટિસ મોકલી

આ પણ વાંચો: Sabarmati Express Train/રાજસ્થાનમાં સાબરમતી એક્સપ્રેસને નડ્યો અકસ્માત, માલાગાડી સાથે ટક્કર થતા પાટા પરથી ઉતરી ટ્રેન, મુસાફરો ઇજાગ્રસ્ત