Corona/ ગુજરાત સરકારનો મોટો નિર્ણય, પાડોશી રાજ્યોથી આવતા લોકોનું એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર થશે સ્ક્રિનિંગ

ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યા હોય ગમે તે સ્વરૂપે ગુજરાતમાં સરકાર દ્વારા મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.રાજ્યમાં કોરોના વાયરસનું  સંક્રમણનું પ્રમાણ દિવસેને દિવસે ઘટી રહ્યુ છે. આજે રાજ્યના વિવિધ

Gujarat Trending
railway station covid ગુજરાત સરકારનો મોટો નિર્ણય, પાડોશી રાજ્યોથી આવતા લોકોનું એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર થશે સ્ક્રિનિંગ

ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યા હોય ગમે તે સ્વરૂપે ગુજરાતમાં સરકાર દ્વારા મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.રાજ્યમાં કોરોના વાયરસનું  સંક્રમણનું પ્રમાણ દિવસેને દિવસે ઘટી રહ્યુ છે. આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 315 દર્દીઓ નોંધાયા હતા. તેની સામે 272 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે. જો કે રાજ્યમાં અત્યાર સુધીના કુલ રિકવર દર્દીઓ 2,61,281 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,406 પર પહોંચ્યો છે.રાજ્ય સરકાર દ્વારા પાડોશી રાજ્યોમાંથી આવતા મુસાફરોનું સ્ક્રિનિંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે
ત્યારે રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ આ નિર્ણય લેવામાં આવતા લોકો માટે ચર્ચાનો વિષય બન્યો છે કે ચૂંટણી પૂર્ણ થયા બાદ કોરોના કેસ વધવા લાગ્યા કે શું ?

Is Mumbai prepared to screen thousands arriving each day?

Political / રાજકોટ જિલ્લા ભાજપમાં ભડકો, આ કારણથી એકસાથે 19 આગેવાનો સસ્પેન્ડ

હાલમાં ગુજરાતના પડોશી રાજ્યો જેવા કે, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં કોવિડ-19 ના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. જેને ધ્યાને લઇને રાજ્ય સરકારે સડક પરિવહન માર્ગે બોર્ડર  ચેકપોસ્ટ ઊભી કરી આ રાજ્યોમાંથી આવતાં તમામ યાત્રિકોનું સ્ક્રીનીંગ  હાથ ધરવાનું નક્કી કર્યું છે. વધુમાં અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર અને રાજકોટ જેવા મહાનગરપાલિકા વિસ્તારમાં રેલ્વે સ્ટેશનો ઉપર સ્ક્રીનીંગ હાથ ધરવામાં આવશે અને રાજ્યના તમામ એરપોર્ટ ઉપર દેશ-વિદેશથી આવતા તમામ યાત્રિકોનું સ્ક્રીનીંગ હાથ ધરાશે.

ANI on Twitter: "Manoj Gangal, Director, Sardar Vallabhbhai Patel International Airport in Ahmedabad, Gujarat: 1,967 passengers were screened yesterday at the airport. 2 thermal screening systems have been placed at the airport. #

Redfort Violence / આ આરોપ હેઠળ લાલ કિલ્લા હિંસાના વધુ એક આરોપીની પોલીસે કરી ધરપકડ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…