Not Set/ અમીરાત એરલાઇન્સે લીધો યુ-ટર્ન, વિમાનમાં હિન્દુ ભોજન પીરસવા અપાઈ મંજૂરી

દુબઈ, દુબઈની જાણીતી વિમાન કંપની અમીરાત એરલાઇન્સે વિમાનમાં હિન્દુ ભોજન (મીલ)ને બંધ કરવાના પોતાના નિર્ણય પરથી યુ-ટર્ન લઈ લીધો છે. ઉપભોક્તાઓ તરફથી મળેલ ફીડબેક બાદ એરલાઈન્સે આ નિર્ણય લીધો હોવાનુ મનાઈ રહ્યુ છે. અમીરાતે આ પહેલા જાહેરાત કરી હતી કે, તેમની ફ્લાઈટોમાં હવે હિન્દુ ભોજન પીરસવામાં નહીં આવે. જો કે, એરલાઈન્સે કહ્યુ છે કે, “ફીડબેકના […]

World Trending
Emirates Etihad rank among world’s safest airlines for 2016 અમીરાત એરલાઇન્સે લીધો યુ-ટર્ન, વિમાનમાં હિન્દુ ભોજન પીરસવા અપાઈ મંજૂરી

દુબઈ,

દુબઈની જાણીતી વિમાન કંપની અમીરાત એરલાઇન્સે વિમાનમાં હિન્દુ ભોજન (મીલ)ને બંધ કરવાના પોતાના નિર્ણય પરથી યુ-ટર્ન લઈ લીધો છે. ઉપભોક્તાઓ તરફથી મળેલ ફીડબેક બાદ એરલાઈન્સે આ નિર્ણય લીધો હોવાનુ મનાઈ રહ્યુ છે.

અમીરાતે આ પહેલા જાહેરાત કરી હતી કે, તેમની ફ્લાઈટોમાં હવે હિન્દુ ભોજન પીરસવામાં નહીં આવે.

filename img 0519 jpg અમીરાત એરલાઇન્સે લીધો યુ-ટર્ન, વિમાનમાં હિન્દુ ભોજન પીરસવા અપાઈ મંજૂરી

જો કે, એરલાઈન્સે કહ્યુ છે કે, “ફીડબેકના આધારે અમે આ નિર્ણય પરત ખેંચીએ છીએ. પુષ્ટી કરીએ છીએ કે, અમે પોતાના હિન્દુ ગ્રાહકો માટે આ વિકલ્પ યથાવત રાખીશું”.

અમીરાત એરલાઈન્સે જણાવ્યુ છે કે, “તેમની આ ફ્લાઈટમાં હવેથી હિન્દુ ભોજન ઉપલબ્ધ થશે નહીં. અમે સુવિધાઓની સતત સમીક્ષા કરીએ છીએ. જો કે આખરે કંપનીએ પોતાના આ નિર્ણયને પરત ખેંચ્યો છે અને પોતાના નવા નિવેદનમાં જણાવ્યુ છે કે, ગ્રાહકો જોડેથી મળેલી ટિપ્પણીઓના આધારે પોતાની ફ્લાઈટમાં હિન્દુ ભોજનનો વિકલ્પ શરુ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે”.

તેઓનું કહેવુ છે કે, આનાથી હિન્દુ યાત્રિઓને સુવિધા ઉપલબ્ધ રહેશે. દુબઈની આ કંપની અનેક ભારતીય શહેરો માટેની ફ્લાઈટોનુ પરિચાલન કરે છે.

આપને જણાવી દઈએ કે, આ કંપની જૈન ભોજન અને ભારતીય શાકાહારી ભોજન પણ આપે છે. અમીરાત એરલાઈન્સનું કહેવુ છે કે, હિન્દુ યાત્રી પોતાનુ ભોજન ક્ષેત્રીય શાકાહારી આઉટલેટ પહેલા જ બુક કરાવી શકે છે. આ આઉટલેટ વિમાનની અંદર યાત્રીકોને જમવાની સુવિધા ઉપલબ્ધ કરાવે છે.