result/ ભાજપનો તમામ 6 મનપા પર કબ્જો, ઓવૈસી અને કેજરીવાલની પાર્ટીને પણ મળી સફળતા

જામનગર ભાજપના ગઢમાં બસપાએ પડ્યું ગાબડું, ત્રણ ઉમેદવારોએ સીટ કબ્જે કરી

Gujarat Others Trending
a 324 ભાજપનો તમામ 6 મનપા પર કબ્જો, ઓવૈસી અને કેજરીવાલની પાર્ટીને પણ મળી સફળતા

અમદાવાદ મહાનગરપાલિકાની મતગણતરી 

a 314 ભાજપનો તમામ 6 મનપા પર કબ્જો, ઓવૈસી અને કેજરીવાલની પાર્ટીને પણ મળી સફળતા

ટોટલ -192

ભાજપ -159

કોંગ્રેસ -25

અન્ય – 08

અમદાવાદના અમરાઈવાડીમાં ભાજપની પેનલ તૂટી, ભાજપના 3 અને કોંગ્રેસના એક ઉમેદવારની જીત થઈ

અમદાવાદ મહાનગરપાલિકાની મતગણતરી મકતમપુરામાં પણ AIMIMના 4 ઉમેદવારની જીત

ભાજપ અમદાવાદમાં વિજયોત્સવ મનાવશે,કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય,ખાનપુર શહેર કાર્યાલય ખાતે સાંજે 7 વાગે  ઉજવણી થશે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ  હાજર રહેશે. ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે  સંબોધન કરશે.

ખાડીયા વોર્ડમાં ભાજપ પેનલની જીત

ઇન્દ્રપુરી વોર્ડમાં ભાજપની પેનલની જીત

વોર્ડ 43 ભાઈપુરા હાટકેશ્વર 10 રાઉન્ડના અંતે ભાજપની જીત

બાપુનગર વોર્ડમાં ભજપનો ભગવો

પાલડી ભાજપ પેનલ વિજેતા

બહેરામપુરામાં કોંગ્રેસની પેનલ વિજેતા

દાણીલીમડામાં કોંગ્રેસની પેનલની જીત, 16000ના માર્જિનથી જીત

વોર્ડ નંબર 1 ગોતામાં ભાજપની પેનલની જીત, વસ્ત્રાલમાં 12 માંથી 12 રાઉન્ડ થયા પૂર્ણ, વસ્ત્રાલમાં વોર્ડમાં ભાજપની પેનલ જીતી, તો નવરંગપુરામાં 10 માંથી 9 રાઉન્ડ પૂર્ણ, ભાજપની પેનલની જીત નક્કી

થલતેજ વોર્ડમાં ભાજપની પેનલની જીત,  ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ, ભાજપ કાર્યકર્તાઓએ લગાવ્યા નારા

વસ્ત્રાલમાં 6 રાઉન્ડની મતગણતરી પૂર્ણ, ભાજપની પેનલ આગળ, ભાજપના અનિરુદ્ધ સિંહ ઝાલા 21103 મતથી આગળ, ભાજપના પરેશ પટેલ 18319 મત આગળ મહિલા ઉમેદવાર ગીતાબેન પ્રજાપતિ મતથી 21921 અને ચંદ્રિકા બેન પટેલ 19978 મતથી આગળ

અમદાવાદમાં એલડી એન્જિયરીંગ કોલેજ ખાતે મતગણતરી માં થલતેજ 2 રાઉન્ડ પૂર્ણ ભાજપ આગળ
અમદાવાદમાં ગુજરાત કોલેજ ખાતે મતગણતરી માં વસ્ત્રાલ વોર્ડ 41માં ભાજપની પેનલ આગળ, અમદાવાદની હવે દરિયાપુર, નવા વાડજ વોર્ડ 6, સૈજપુર બોઘા વોર્ડ 13, વસ્ત્રાલ 2 રાઉન્ડ પુરા ભાજપ આગળવસ્ત્રાલમાં વોર્ડમાં 2 રાઉન્ડ પૂર્ણ થતા ભજપ આગળ, વસ્ત્રાલ 41 વોર્ડમાં ભાજપની પેનલ 2 રાઉન્ડના અંતે આગળ, પાલડીમાં ભાજપની પેનલ આગળ રહી છે. થલતેજ 3 રાઉન્ડ પુરા ભાજપ આગળ, નિકોલ 24 વોર્ડ નંબરમાં 2 રાઉન્ડના અંતે ભાજપની પેનલ આગળ

વડોદરા મહાનગરપાલિકાની મતગણતરી 

રાજકોટ 2 ભાજપનો તમામ 6 મનપા પર કબ્જો, ઓવૈસી અને કેજરીવાલની પાર્ટીને પણ મળી સફળતા

ટોટલ -76

ભાજપ -69

કોંગ્રેસ – 07

અન્ય  -00

વડોદરામાં વોર્ડ નં-6 ની મતગણતરી દરમિયાનકોગ્રેસના એજન્ટોએ હોબાળો મચાવ્યો હતો. બે રાઉન્ડમાં જ ભાજપના એજન્ટોએ જીતી ગયા હોવાનો દાવો કરતા વિવાદ થયો હતો. સાથે રીકાઉન્ટીગ ની કરી માગ કરી હતી.

વોર્ડ નં.15માં ભાજપની પેનલ જીત

વોર્ડ નંબર 7 અને 4 માં ભાજપની પેનલની ભવ્ય જીત

વડોદરામાં ભાજપે કોંગ્રેસની પેનલ તોડી, વોર્ડ 16માં ભાજપના બે ઉમેદવારની જીત, ભાજપના ઘનશ્યામ સોલંકી અને સ્નેહલ પટેલની જીત, જ્યારે વોર્ડ 16માં કોંગ્રેસના બે ઉમેદવારની જીત, ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને અલકાબેન પટેલની જીત, ભાજપ વોર્ડ 16 માં બે બેઠકો ઘણા વર્ષો બાદ જીતી.

વડોદરા વોર્ડ નં.1માં કોંગ્રેસની પેનલની જીત, કોંગ્રેસનાં ચારેય ઉમેદવારોની ભવ્ય જીત, અમી રાવત, પુષ્પા વાઘેલાની જીત, જહાં ભરવાડ અને હરીશ પટેલની જીત, પુર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સતીશ પટેલની હાર વોર્ડ 13 માં કોંગ્રેસનાં બાળુ સુર્વેની જીત

વડોદરામાં મતગણતરી પહેલાં હોબાળો થયો છે. વડોદરા પોલિટેક્નિક ખાતે  માતગણતરી પહેલા હોબાળો થયો છે.  કેન્દ્રના પ્રવેશ દ્વાર પર અવ્યવસ્થાને પગલે હોબાળો થયો હોવાનું જાણવા મળ્યું છે.  સોશિયલ ડિસ્ટન્સિંગનાં ધજાગરા ઉડ્યા હતા. પોલીસ અને ઉમેદવારોનાં એજન્ટ વચ્ચે રકઝક થઈ હતી.

રાજકોટ મહાનગરપાલિકાની મતગણતરી

રાજકોટ 3 ભાજપનો તમામ 6 મનપા પર કબ્જો, ઓવૈસી અને કેજરીવાલની પાર્ટીને પણ મળી સફળતા

ટોટલ -72

ભાજપ -68

કોંગ્રેસ -04

અન્ય -00

રાજકોટ વોર્ડ નંબર 3માં ભાજપ આગળ, ત્રીજા રાઉન્ડના અંતે ભાજપની પેનલ 6500 મતથી આગળ

વોર્ડ નંબર 15માં કોંગ્રસની જીત

વોર્ડ 14  ભાજપના ચારેય ઉમેદવારોની ભવ્ય જીત, કેતનભાઈ ઠુમર, નિલેશભાઈ જલુ, વર્ષાબેન રાણપર, ભારતીબેન મકવાણાનો વિજય

રાજકોટ વોર્ડ નંબર 5 માં ભાજપ પેનલનો વિજય

વોર્ડ નંબર 8 માં ભાજપના ઉમેદવારોની જીત, કોંગ્રેસ આપ સહિતના તમામ ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ

24 બેઠકની મત ગણતરી પૂર્ણ,  તમામ બેઠક પર ભાજપની જીત, 1,4,7,10,16, 13 માં ભાજપની પેનલની જીત, કોંગ્રેસનો કંગાળ દેખાવ

મતગણતરી કેન્દ્ર પર હોબાળો, ભાજપના કશ્યપ શુક્લ પક્ષના નિશાનવાળા માસ્ક સાથે આવતા હોબાળોરાજકોટમાં 6 જગ્યાએ 11 થી 14 રાઉન્ડમાં મતગણતરી શરુ.  રાજકોટ માં વોર્ડ નંબર 1થી 3ની વીરબાઈ મહિલા કોલેજ ખાતે , વોર્ડ નંબર 4/5/6ની મતગણતરી એ એસ ચૌધરી હાઈસ્કૂલમાં,

વોર્ડ નંબર 7/8/9ની એસ વી વિરાણી સ્કૂલમાં મતગણતરી શરુ.

વોર્ડ નંબર 10/11/12ની એ વી પી ટી આઈ હેમુ ગઢવી હૉલ,

વોર્ડ નંબર 13/14/15પી ડી માલવીયા કોલેજમાં,

વોર્ડ નંબર 16/17/18ની મતગણતરી રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હૉલ ખાતે મતગણતરી શરુ થઈ છે.

સુરત મ.ન.પાની ચૂંટણીની મતગણતરી શરુ 

રાજકોટ 6 ભાજપનો તમામ 6 મનપા પર કબ્જો, ઓવૈસી અને કેજરીવાલની પાર્ટીને પણ મળી સફળતા

ટોટલ -120

ભાજપ -93

કોંગ્રેસ -00

અન્ય -27

વોર્ડ નંબર 18માં ભાજપની પેનલની જીત

30 નંબર વોર્ડના કાઉંટિંગમાં થઈ માથાકૂટ, 18 નંબરના ભાજપના ઉમેદવાર 30 નંબરમાં ઘૂસી ગયા

વોડ નંબર 26ના ઉમેદવારના લોકોનો હોબાળો, ઇવીએમ મશીનના સિલ પહેલાથી તૂટેલા હોવાનો કોંગ્રેસના અને આપ ના કાર્યકર્તાનો આક્ષેપ.  કોંગ્રેસ-આપના કાર્યકર્તા દ્વારા લાગાવાયા નારા

વોર્ડ 5 માં આપની પેનલની જીત

ભાજપની 51 બેઠક પર જીત, આપની 13 બેઠક પર જીત

વોર્ડ નંબર 8માં પેનલ તૂટી, 3 ભાજપ-1 આપના ઉમેદવારની જીત, કોંગ્રેસ નું હજી સુધી ખાતું ખુલ્યું નથી

વોર્ડ નંબર 27 – ડીંડોલી – ભાજપ પેનલની જીત

આમ આદમી પાર્ટીને સફળતા મળી છે. સુરતમાં વોર્ડ નંબર 4 અને 16માં આપની જીત થઈ છે.

સુરત વોર્ડ નંબર 10 અને 15 માં ભાજપની થઇ  જીત

કાપોદ્રામાં આમ આદમી પાર્ટીની પેનલની જીત

વોર્ડ નંબર 16 પુણા પશ્ચિમમાં આપની પેનલની જીત

SVNIT કોલેજ ખાતે 16 વોર્ડની મતગણતરી શરુ થઈ ચુકી છે. કેન્દ્રની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાાયો છે. ચકાસણી બાદ મત ગણતરી સ્ટાફને  પ્રવેશ અપાઈ રહ્યો છે.  વહેલી સવારથી જ ઉમેદવાર અને કાર્યકર્તાઓએ કોલેજ  બહાર જમાવડો શરુ કરી દીધો છે.

ભાવનગર મહાનગરપાલિકાનું પરિણામ

રાજકોટ 5 ભાજપનો તમામ 6 મનપા પર કબ્જો, ઓવૈસી અને કેજરીવાલની પાર્ટીને પણ મળી સફળતા

ટોટલ -52

ભાજપ -44

કોંગ્રેસ -08

અન્ય  -00

ભાવનગરમાં ભાજપનો ભવ્ય વિજય, 44 બેઠક પર વિજય થતા. જીતુ વાઘાણી પહોંચ્યા મતગણતરી સ્થળ પર.

ભાજપની જીતને કાર્યકર્તાઓનો વિજયઃ જીતુ વાઘાણી

13 વોર્ડ માંથી 10માં ભાજપની પેનલ વિજેતા બની

કાળીયાબીડ વોર્ડ નં-10 માં પણ ભાજપની જીત

ઉત્તર કૃષ્ણનગર વોર્ડ નંબર 5માં કોંગ્રેસની પેનલનો વિજય કુલ 24 બેઠકોના પરિણામ જાહેર થયા, 19 બેઠકો પર ભાજપ અને 5 કોંગ્રેસને ફાળે

વોર્ડ નંબર 1,4 ,7 અને 11 વોર્ડના પરિણામ જાહેર, 4,7,11 વોર્ડમાં ભાજપની પેનલ વિજેતા,જયારે વોર્ડ નંબર 1માં પેનલ તૂટી છે. ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવાર વિજેતા,

જામનગર મહાનગરપાલિકાની મતગણતરી

રાજકોટ 4 ભાજપનો તમામ 6 મનપા પર કબ્જો, ઓવૈસી અને કેજરીવાલની પાર્ટીને પણ મળી સફળતા

ટોટલ -64

ભાજપ -51

કોંગ્રેસ -10

બસપા -03

વોર્ડ નંબર 5 મા ભાજપની પેનલ
વોર્ડ નંબર 9મા ભાજપની પેનલ
વોર્ડ નંબર 13મા 3 ભાજપ 1 કોંગ્રેસ..
વોર્ડ નંબર 1 કોંગ્રેસની પેનલ
વોર્ડ નંબર 6મા ભાજપ 1, 3 બસપા..
વોર્ડ નંબર 14 ભાજપની પેનલ
વોર્ડ નંબર 7 ભાજપની પેનલ
વોર્ડ નંબર 2 મા ભાજપની પેનલ..
વોર્ડ નંબર 10મા ભાજપની પેનલ
વોર્ડ નંબર 8મા ભાજપની પેનલ..
વોર્ડ નંબર 11 ભાજપની પેનલ
વોર્ડ નંબર 15મા 3 ભાજપ 1 કોંગ્રેસ.
વોર્ડ નંબર 3 મા ભાજપની પેનલ
વોર્ડ નંબર 16મા ભાજપની પેનલ
વોર્ડ નંબર 4મા ભાજપના ત્રણ અને કોંગ્રેસ ના એક ઉમેદવાર નો વિજય
વોર્ડ નંબર 12મા કોંગ્રેસની પેનલ

જામનગર વોર્ડ નંબર 1 માં કોંગ્રેસ ના ચારેય ઉમેદવારો નો વિજય

વોર્ડ નંબર 7માં ભાજપ પેનલની જીત, ગોપાલ સોરઠીયાનો વિજય

વોર્ડ નંબર 1 છે કોંગ્રેસ નો ગઢ, (1) નૂર મામદ પલેજા (2)સમજું બહેન પારિયા(3) ઝુંબેદા નોતીયાર (4)કાસમ જોખિયા નો વિજય

વોર્ડ નંબર 9માં ભાજપના ચારેય ઉમેદવારોનો વિજય, ધર્મીના સોઢા, કુસુમ પંડ્યા, ધીરેન મોનાણી, નિલેશ કગથરાનો વિજય

વોર્ડ ૧૩ માં અપસેટ:  3 બેઠક ભાજપના ફાળે તો 1 બેઠક પર કોંગ્રેસ વિજેતા, ભાજપના મોહિત મંગી હાર્યા, કોંગ્રેસના ધવલ નંદા વિજેતા,  ભાજપના પ્રવીણાબેન રૂપાળિયા, બબીતાબેન લાલવાણી, કેતન નાખવાનો વિજય

વોર્ડ નંબર 5 માં ભાજપની પેનલનો વિજય, બીનાબેન કોઠારી, સરોજબેન વિરાણીની જીત, કિશન માડમ, આશિષ જોશીનો વિજય, ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ

મત ગણતરીની પૂર્વ તૈયારીઓ  

અમદાવાદ મનપાની ચૂંટણી પરિણામ ને  લઇ એડિશનલ કલેક્ટર હર્ષદ વોરાએ નિવેદન આપ્યું છે. અમદાવાદમાં સવારે 9 વાગે ગણતરી હાથ ધરાશે. વોર્ડ પ્રમાણે સમય આપ્યો છે. ગણતરીના કલાકોને ધ્યાનમાં રાખીને સમય આપ્યો છે

દરેક મત ગણતરી કેન્દ્ર ઉપર  3 લેયરની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉમેદવાર પોતાની સાથે 10 થી વધુ લોકો નહી લાવી શકે.  કોવિડ ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ સામે પગલા લેવામાં આવશે.  જીતેલા ઉમેદવાર પોતાના વિસ્તારમાં  વિજય સરઘસ કાઢી શકશે.
બેલેટ પેપરની મતગણતરી શરૂ

LD એન્જીનીયરીંગ કોલેજ ખાતે CCTV કંટ્રોલ રૂમ સજ્જ, મત ગણતરી સ્થળ ખાતે કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે. ચૂંટણી એજન્ટ-અધિકારીઓ માટે કંટ્રોલ રૂમ બનાવાયો છે.  સ્ટ્રોંગ રૂમ અને મત ગણતરી કેન્દ્રો  106 જેટલા  CCTVકેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા રવિવારે સંપન્ન થઈ ગઈ છે. આજે સવારે 8 વાગ્યાથી રાજ્યની તમામ 6 મહાનગર પાલિકા માટે મત ગણતરી શરુ થશે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગ દર્શિકા અનુસાર આ 6 મનપાની ગણતરી હાથ ધરવામાં આવશે. રાજ્યની 6 મહાનગર પાલિકામાં સરેરાશ 45.64 ટકા મતદાન યોજાયુ હતું. અમદાવાદ, સુરત સહિત 6 મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલ 575 બેઠકોની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ સહિતનાં 2276 ઉમેદવારોનું ભાવિ આજે નક્કી થશે.

સૌ પ્રથમ બેલેટ પેપરની ગણતરી હાથ ધરવામાં આવશે.  ત્યારબાદ EVM ની મતગણતરી હાથ ધરવામાં આવશે.  ગુજરાત કોલેજ પર બેલેટ પેપર આવવાના શરુ થઇ ચુક્યા છે. સેન્ટર બહાર ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

અમદાવાદમાં બે સેન્ટરએ મતગણતરી હાથ ધરવામાં આવશે. જેમાં ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી કરવામાં આવશે. ગુજરાત કોલેજ ખાતે મત ગણતરીની તૈયારીઓ પૂર્ણ થઇ ચુકી છે. સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ થશે. બંને સેન્ટર પર 24-24 વોર્ડની મત ગણતરી હાથ ધરાશે.

અમદાવાદ ખાતે  પ્રથમ તબક્કામાં 8 વોર્ડની ચૂંટણી હાથ ધરવામાં આવશે.

સુરતમાં મતગણતરી પીપલોદ અને મજૂરાગેટ સ્થિત ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે હાથ ધરવામાં આવશે. જયારે રાજકોટમાં શહેરમાં 6 અલગ-અલગ સેન્ટર પર મત ગણતરી હાથ ધરાશે. જેમાં વીરબાઈ મહિલા કોલેજ, એએસ ચૌધરી હાઈસ્કૂલ, એસવી વિરાણી હાઈસ્કૂલ, પીડી માલવિયા કોલેજ, રણછોડદાસજી કોમ્યુનિટી હોલ નો સમાવેશ થાય છે.

મતગણતરી માટે  કોરોના માર્ગદર્શિકા

મતગણતરી માટે એક હોલમાં 7 જ ટેબલ ગોઠવાશે.  મત ગણતરીમાં રોકાયેલ તમામ સ્ટાફે માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે.  થર્મલ ગન, હોલને સેનેટાઈઝ કરવો પડશે.  જો એજન્ટ સંક્રમિત જણાય તો અન્ય એજન્ટ નીમી શકાશે.  સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે રીતે આયોજન કરવાનું રહેશે.  મતગણતરી સ્થળ પર યોગ્ય પબ્લિક એડ્રેસ સીસ્ટમ ગોઠવવા સૂચના આપી છે.

https://www.youtube.com/watch?v=wG90biJzlkg