Tech News/ કોણ છે Ruchir Dave, જેમને Apple માં મળી મોટી જવાબદારી? ગુજરાત સાથે છે ‘ખાસ’ કનેક્શન

Appleએ તેની લીડરશિપ ટીમમાં મોટા ફેરફારની જાહેરાત કરી છે. એપલની આ ટીમમાં ભારતીય મૂળના Ruchir Daveને મહત્વની જવાબદારી મળવા જઈ રહી છે.

Top Stories Trending Breaking News Tech & Auto
YouTube Thumbnail 10 2 કોણ છે Ruchir Dave, જેમને Apple માં મળી મોટી જવાબદારી? ગુજરાત સાથે છે 'ખાસ' કનેક્શન

Appleએ તેની લીડરશિપ ટીમમાં મોટા ફેરફારની જાહેરાત કરી છે. એપલની આ ટીમમાં ભારતીય મૂળના Ruchir Daveને મહત્વની જવાબદારી મળવા જઈ રહી છે. તેઓ Appleના ઓડિયો (એકોસ્ટિક્સ) વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ચાર્જ લેવા જઈ રહ્યા છે. Ruchir Apple સાથે છેલ્લા 14 વર્ષથી જોડાયેલા હતા. તે ટૂંક સમયમાં ગેરી ગીવ્ઝનું સ્થાન લેશે. Ruchir Daveનું પણ ગુજરાત સાથે ‘ખાસ’ જોડાણ છે. આવો, જાણીએ તેમના વિશે…

ઓડિયો ડિવિઝનના નવા વાઇસ પ્રેસિડેન્ટ Ruchir Dave છેલ્લા 14 વર્ષથી Apple સાથે છે. ડેવની લિંક્ડઈન પ્રોફાઈલ પરથી મળેલી માહિતી અનુસાર, તે વર્ષ 2009માં એપલ સાથે જોડાયા હતા. તેઓ Appleમાં એકોસ્ટિક એન્જિનિયર ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા. Ruchir Daveને વર્ષ 2012માં મેનેજર કક્ષાએ બઢતી આપવામાં આવી હતી. આ પછી, તેઓ 2021 થી વરિષ્ઠ નિર્દેશકનું પદ સંભાળી રહ્યા હતા.

ગુજરાત સાથે છે ખાસ જોડાણ

Ruchir Dave એપલમાં જોડાયા પહેલા સિસ્કોમાં હતા. ત્યાં તેમણે લગભગ 10 વર્ષ કામ કર્યું. Ruchir Daveની પ્રોફાઈલ પરથી પ્રાપ્ત માહિતી અનુસાર, તેઓ ગુજરાતના અમદાવાદમાં શારદા મંદિરના વિદ્યાર્થી રહી ચુક્યા છે. તેમણે 1982 થી 1994 સુધી ત્યાં અભ્યાસ કર્યો. આ પછી તેમણે 1998માં અમદાવાદની દલપતભાઈ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. સ્નાતક થયા પછી, તેઓ વધુ અભ્યાસ માટે પેન સ્ટેટ યુનિવર્સિટી ગયા.

બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર,  Ruchir Daveના નજીકના લોકોએ એપલમાં તેમને મળેલી મહત્વપૂર્ણ ભૂમિકા વિશે માહિતી આપી છે. એપલે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરી નથી. તેને ખાનગી રાખવામાં આવી છે. હાલમાં Ruchir Daveને જે વિભાગના વડા બનાવવામાં આવ્યા છે તે વિભાગમાં 300 કર્મચારીઓ કામ કરે છે. તેઓ હોમપોડ, એરપોડ્સ અને સ્પીકર્સનો બિઝનેસ સંભાળે છે. Appleની આ જ ટીમ સ્પેશિયલ ઓડિયો જેવી અદ્યતન તકનીકો પર પણ કામ કરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ pan card/PAN કાર્ડ યૂઝર્સ સાવધાન, સામાન્ય ભૂલો પર આવકવેરા વિભાગ કરી શકે છે દંડ, રાખો ધ્યાન

આ પણ વાંચોઃ Rapecase/જમીનમાં દાટેલું ધન કાઢવાને બહાને તાંત્રિકનો ત્રણ મહિલા પર બળાત્કાર

આ પણ વાંચોઃ