pan card/ PAN કાર્ડ યૂઝર્સ સાવધાન, સામાન્ય ભૂલો પર આવકવેરા વિભાગ કરી શકે છે દંડ, રાખો ધ્યાન

PAN કાર્ડ યૂઝર્સને કેટલીક સામાન્ય ભૂલો પર આવકવેરા વિભાગ દંડ કરી શકે છે. આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવતું PAN કાર્ડ તમારી નાણાકીય સ્થિતિની સચોટ માહિતી આપી છે.

Top Stories India Business
YouTube Thumbnail 2024 02 19T143630.290 PAN કાર્ડ યૂઝર્સ સાવધાન, સામાન્ય ભૂલો પર આવકવેરા વિભાગ કરી શકે છે દંડ, રાખો ધ્યાન

PAN કાર્ડ યૂઝર્સે સાવધ રહેવાની જરૂર છે. કેટલીક સામાન્ય ભૂલો કરતા PAN કાર્ડ વપરાશકર્તાને આવકવેરા વિભાગ દ્વારા દંડ કરવામાં આવી શકે છે. આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવતું PAN કાર્ડ તમારી નાણાકીય સ્થિતિની સચોટ માહિતી આપી છે. 10 અંકનું આલ્ફાન્યૂમેરિક ID એવા PAN કાર્ડ મુખ્ય દસ્તાવેજ પણ ગણવામાં આવે છે. તેથી, દરેક વ્યક્તિ પાસે PAN એટલે કે પરમેનન્ટ એકાઉન્ટ નંબર હોવો આવશ્યક છે. જો તમારી પાસે PAN કાર્ડ છે અને તેનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમારે તેનાથી સંબંધિત નિયમો વિશેની ખાસ માહિતીનું જ્ઞાન જરૂર હોવું જોઈએ.

મોંઘી પડશે સામાન્ય ભૂલ

દરેક પાન કાર્ડ ધારકને ખબર હોવી જોઈએ કે કઈ ભૂલો તેમને મોંઘી પડી શકે છે અને તેમણે શું કરવાનું ટાળવું જોઈએ. જો તમારી પાસે પણ પાન કાર્ડ છે, તો અમને જણાવો કે કઈ 4 ભૂલોને કારણે તમારે આવકવેરા વિભાગને 10,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે અને આવકવેરા વિભાગ તમારી સામે ક્યારે કાર્યવાહી કરી શકે છે?

પાન કાર્ડ પર કયારે દંડ ભરવો પડશે?
જો તમે PAN કાર્ડ ધારક છો તો તમારા માટે એ જાણવું અગત્યનું છે કે એકથી વધુ પાન કાર્ડ રાખવું એ કાનૂની ગુનો છે. જો કોઈ વ્યક્તિ બે પાન કાર્ડ સાથે મળી આવે તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે. જો આવકવેરા વિભાગ કાર્યવાહી કરે છે, તો વ્યક્તિ પર 10,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. જો તમારી પાસે બે કે તેથી વધુ પાન કાર્ડ છે તો તમારે 10,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે.

એક કરતાં વધુ પાનકાર્ડ
શક્ય છે કે તમારી પાસે એક જ કાર્ડ હોય પરંતુ વિભાગની નજરમાં તમે બે પાન કાર્ડનો ઉપયોગ કરી રહ્યાં છો. આવી સ્થિતિ ત્યારે થાય છે જ્યારે કોઈ અરજદાર એક કરતા વધુ વખત પાન કાર્ડ માટે અરજી કરે છે. જો તમે પાન કાર્ડ માટે અરજી કરી છે અને તે તમારા સુધી પહોંચી નથી, ત્યારબાદ તમે ફરીથી પાન કાર્ડ માટે અરજી કરી છે, તો આ રીતે પણ બે પાન કાર્ડ બનાવી શકાય છે.

પાન કાર્ડમાં ભૂલ
જો તમારા પાન કાર્ડમાં કોઈ ભૂલ હોય, જેમ કે જન્મતારીખ, નામ, સરનામું વગેરે ખોટી રીતે લખવામાં આવ્યું હોય અને તેને સુધારવાને બદલે તમે બીજા પાન કાર્ડ માટે અરજી કરી હોય, તો આવી ભૂલ કરવાથી ઉપરનો દંડ પણ થઈ શકે છે. 10,000 સુધી કરી શકાય છે.

લગ્ન પછી નવું પાન કાર્ડ
ભારતમાં લગ્ન બાદ મોટાભાગની મહિલાઓ પોતાની સરનેમ બદલી નાખે છે, ત્યારબાદ તેઓ પાન કાર્ડ પણ બદલી નાખે છે. જોકે આવું કરવું યોગ્ય નથી. ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે જો તમારી અટક બદલાઈ ગઈ છે અથવા તમે નામ, સરનામું, જન્મ તારીખ સંબંધિત ફેરફારો કરવા માંગો છો, તો તમે કાર્ડમાં સુધારો કરાવી શકો છો. જો તમે નવા કાર્ડ માટે અરજી કરો છો, તો તમારી પાસે બે પાન કાર્ડ થશે જેના કારણે તમારી સામે કાર્યવાહી થઈ શકે છે.

કેવી રીતે રદ કરવું ?
પાન કાર્ડ રદ કરવા અથવા સરન્ડર કરવા માટે, તમે ઑફલાઇન અથવા ઑનલાઇન બંને પદ્ધતિઓ અપનાવી શકો છો. જો તમે ઑફલાઇન પદ્ધતિ અપનાવવા માગો છો, તો આ માટે તમારે UTI અથવા NSDL TIN સુવિધા કેન્દ્ર પર જઈને ફોર્મ 49A ભરવું પડશે. અહીં તમારે તમારા પાન કાર્ડની માહિતી ભરીને ફોર્મ સબમિટ કરવાનું રહેશે.

સરેન્ડર કરવા શું કરવું
તે જ સમયે, જો તમે પાન કાર્ડ ઓનલાઈન સરેન્ડર (પાછું આપવા) કરવા માંગો છો, તો આ માટે તમારે NSDLની સત્તાવાર વેબસાઇટ https://nsdl.co.in/ પર જવું પડશે . અહીં તમે જે પાન કાર્ડનો ઉપયોગ કરી રહ્યાં છો તેની વિગતો દાખલ કરો. આ પછી, સેક્શન 11 માં તમારે બીજા PAN ની માહિતી દાખલ કરવી પડશે. આગળની પ્રક્રિયાને અનુસરીને, તમારે બીજા પાન કાર્ડની નકલ પણ અહીં સબમિટ કરવી પડશે.

ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય તો શું કરવું?
જો તમારું PAN કાર્ડ ક્યાંક ખોવાઈ ગયું છે અથવા ચોરાઈ ગયું છે. આ સિવાય, જો પાન કાર્ડ ફાટી ગયું હોય, તો આવી સ્થિતિમાં, નવા પાન કાર્ડ માટે અરજી કરતા પહેલા, તમારે જૂના પાન કાર્ડ અંગે એફઆઈઆર નોંધવી પડશે અને આવકવેરા વિભાગના ધ્યાન પર લાવવું પડશે કે તમે તમારું જૂનું પાન કાર્ડ નથી. ઘણા લોકો છેતરપિંડી માટે એકસાથે અનેક પાન કાર્ડનો ઉપયોગ કરે છે, જે ગેરકાયદેસર છે. તેથી તમારે ઉપર જણાવેલ બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ Hamas Israel War/ ગાઝાની અલ નાસેર હોસ્પિટલમાં ઈઝરાયેલી સૈનિકોની કાર્યવાહી

આ પણ વાંચોઃ Rapecase/જમીનમાં દાટેલું ધન કાઢવાને બહાને તાંત્રિકનો ત્રણ મહિલા પર બળાત્કાર