Not Set/ પૂર ઝડપે આવતા ડમ્પરે બાઈક સવાર હેડ કોન્સ્ટેબલને મારી ટક્કર, ઘટના સ્થળે મોત

શુક્રવારે ફરીદાબાદમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં હરિયાણા પોલીસના હેડ કોન્સ્ટેબલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર પોલીસ કર્મચારી એસ.ટી.એફ. ગુરુગ્રામમાં તૈનાત હતો. મળતી માહિતી મુજબ, શુક્રવારે સવારે એનઆઈટી એનએચ -2 વિસ્તારમાં પુર ઝડપર આવતા ડમ્પરે હેડ કોન્સ્ટેબલ સુરેશચંદ (34 વર્ષીય) બાઇકને ટક્કર મારી હતી. આટલું જ નહીં, અકસ્માત બાદ ડમ્પર સુરેશને […]

India
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 10 પૂર ઝડપે આવતા ડમ્પરે બાઈક સવાર હેડ કોન્સ્ટેબલને મારી ટક્કર, ઘટના સ્થળે મોત

શુક્રવારે ફરીદાબાદમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં હરિયાણા પોલીસના હેડ કોન્સ્ટેબલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર પોલીસ કર્મચારી એસ.ટી.એફ. ગુરુગ્રામમાં તૈનાત હતો.

મળતી માહિતી મુજબ, શુક્રવારે સવારે એનઆઈટી એનએચ -2 વિસ્તારમાં પુર ઝડપર આવતા ડમ્પરે હેડ કોન્સ્ટેબલ સુરેશચંદ (34 વર્ષીય) બાઇકને ટક્કર મારી હતી. આટલું જ નહીં, અકસ્માત બાદ ડમ્પર સુરેશને ઘણાં અંતર સુધી ખેંચીને લઈ ગયો હતો અને તેની નીચે ખરાબ રીતે કચડાયેલા પોલીસ કર્મચારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું  હતું.

બાઇક સવાર સુરેશચંદ હરિયાણા પોલીસમાં હેડ કોન્સ્ટેબલ હતો. જે હાલમાં એસઆઈટી ગુરુગ્રામ ખાતે તૈનાત હતો. જે ગુરુવારે સવારે કોઈ ઓફિસના કામ માટે ફરીદાબાદ આવ્યો હતો. પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.

આ અકસ્માતનો વીડિયો સ્થળ નજીક સીસીટીવીમાં કેદ થયો છે. સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે આ દુ:ખદ અકસ્માત કેવી રીતે થયો અને એક પોલીસ જવાનોને જીવ ગુમાવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન