Not Set/ કોંગ્રેસનો દાવો ભાજપ હારી રહ્યુ છે, મોદીને હટાવવા ગઠબંધન માટે તૈયાર યોગ્ય સમયની જોવાઇ રહી રાહ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે સવારે દિલ્હી કોંગ્રેસ કાર્યાલયમાં પ્રેસ કોંન્ફરંન્સ દરમિયાન વડાપ્રધાન મોદી અને ભાજપા સરકાર પર નિશાનો સાધ્યો હતો. તેમણે કહ્યુ કે, લોકસભાની ચુંટણીનાં ચાર તબક્કા બાદ હવે તે નક્કી થઇ ગયુ છે કે પીએમ મોદી ચુંટણી હારવાના છે. રોજગાર અને ભ્રષ્ટાચાર મુદ્દે પણ રાહુલે મોદી સરકારને ઘેરી હતી. બીજી તરફ મોદીને હટાવવા […]

Top Stories India Politics
press conference at aicc કોંગ્રેસનો દાવો ભાજપ હારી રહ્યુ છે, મોદીને હટાવવા ગઠબંધન માટે તૈયાર યોગ્ય સમયની જોવાઇ રહી રાહ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે સવારે દિલ્હી કોંગ્રેસ કાર્યાલયમાં પ્રેસ કોંન્ફરંન્સ દરમિયાન વડાપ્રધાન મોદી અને ભાજપા સરકાર પર નિશાનો સાધ્યો હતો. તેમણે કહ્યુ કે, લોકસભાની ચુંટણીનાં ચાર તબક્કા બાદ હવે તે નક્કી થઇ ગયુ છે કે પીએમ મોદી ચુંટણી હારવાના છે. રોજગાર અને ભ્રષ્ટાચાર મુદ્દે પણ રાહુલે મોદી સરકારને ઘેરી હતી. બીજી તરફ મોદીને હટાવવા માટે ગઠબંધન એક ચોક્કસ સમયની રાહ જોઇ રહ્યુ હોય તેવુ સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે.

modi rahul કોંગ્રેસનો દાવો ભાજપ હારી રહ્યુ છે, મોદીને હટાવવા ગઠબંધન માટે તૈયાર યોગ્ય સમયની જોવાઇ રહી રાહ

રાહુલ ગાંધીએ દિલ્હી સ્થિત કોંગ્રેસ કાર્યાલયમાં પ્રેસને સંબોધતા કહ્યુ કે, મહાગઠબંધનનો એક જ લક્ષ્ય છે પીએમ મોદીને હરાવવુ. તેમણે મીડિયાને જણાવ્યુ કે, હવે પીએમ મોદી થોડા સમય બાદ સત્તા પરથી વિદાઇ લેવાના છે. તેમણે કહ્યુ કે, દેશમાં ભૂમિગત પ્રશ્નોને ઉકેલવાની જગ્યાએ માત્ર ભાષણબાજી જ થઇ રહી છે. દેશમાં આજે ખેડૂત પરેશાન છે, યુવા વર્ગ નોકરી વિના પરેશાન છે, ચારે દિશામાં નિરાશા જ ફેલાઇ રહી છે. આવતા સમયમાં દેશમાં બેરોજગારીનો વધતો આંકડો મોટી તકલીફો ઉભી કરી શકે છે. રાહુલે કહ્યુ કે, પીએમ મોદીએ દેશની જનતા સાથે ચીટીંગ કરી હોવાનુ પણ રાહુલ ઘણીવાર પોતાની રેલીઓમાં કહી ચુક્યા છે.

રાહુલ ગાંધીએ નોટબંદી અને ગબ્બર ટેક્સ પર કસ્યો તંજ

gst kQBG કોંગ્રેસનો દાવો ભાજપ હારી રહ્યુ છે, મોદીને હટાવવા ગઠબંધન માટે તૈયાર યોગ્ય સમયની જોવાઇ રહી રાહ

વડાપ્રધાન મોદીએ અચાનક વર્ષ 2016માં નોટબંદી કરી સૌ કોઇને ચોંકાવી દીધા હતા. જેને લઇને દેશની સામાન્ય જનતા વધુ પ્રભાવિત થઇ હતી. જેના પર રાહુલ ગાંધીએ કહ્યુ કે, નોટબંદી અને જીએસટીથી પીએમ મોદીએ દેશની અર્થવ્યવસ્થાની કમર તોડી દીધી છે. વેપારીઓ લોહીનાં આસુઓ રોહી રહ્યા છે. જ્યા દેશને બે કરોડ નોકરીઓ આપવાની વાત કરવામાં આવી હતી પરંતુ નોટબંદી અને જીએસટીનાં કારણે લાખો લોકો પોતાની નોકરીથી હાથ ધોઇ બેઠા છે.

રોજગાર અને ભ્રષ્ટાચાર પર નહી સર્જીકલ સ્ટ્રાઇક પર વાત કરાય છે

pjimage 10 કોંગ્રેસનો દાવો ભાજપ હારી રહ્યુ છે, મોદીને હટાવવા ગઠબંધન માટે તૈયાર યોગ્ય સમયની જોવાઇ રહી રાહ

રોજગાર અને ભ્રષ્ટાચારનાં મુદ્દે સદંત્તર ફેઇલ રહેલા પીએમ મોદી મુખ્ય મુદ્દાઓથી અલગ સર્જીકલ સ્ટ્રાઇકને વધુ પ્રાધાન્ય આપે છે. રાહુલે કહ્યુ કે, સર્જીકલ સ્ટ્રાઇક ભાજપ કે કોંગ્રેસ કરી નથી, તે ભારતીય સેના દ્વારા કરવામાં આવી છે. છેલ્લા 70 વર્ષોથી સેના પોતાનુ કામ કરતી આવી છે. સેનાએ કોંગ્રેસનાં સમયમાં પણ પોતાનું જ કામ કર્યુ છે. આજે દેશમાં યુવા વર્ગને રોજગારીની જરૂર છે, ભ્રષ્ટાચાર નિવારણની જરૂર છે પરંતુ શું તે કામ થઇ રહ્યુ છે તે એક મોટો સવાલ બનીને રહી ગયુ છે.