Election/ એશિયાની સૌથી મોટી બનાસડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની થઇ વરણી, જાણો કોણે સંભાળી સત્તા ?

મંતવ્ય બ્રેકિંગ ન્યૂઝ: બનાસ ડેરીમાં ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણી ચેરમેન તરીકે શંકરભાઈ ચૌધરીની પુનઃવરણી ચેરમેનની દરખાસ્ત સાંસદ પરબતભાઇ પટેલે મૂકી વાઈસ ચેરમેન તરીકે ભાવાભાઈ રબારી ચૂંટાયા વાઈસ ચેરમેન તરીકે દરખાસ્ત અણદાભાઈ પટેલે મૂકી એશિયાની સૌથી મોટી બનાસ ડેરી પર ફરી શંકરભાઈ ચૌધરી સત્તાસ્થાને બનસાડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની આજે ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં વરણી થઈ ગઇ છે. […]

Top Stories Gujarat Others
banasdairy એશિયાની સૌથી મોટી બનાસડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની થઇ વરણી, જાણો કોણે સંભાળી સત્તા ?

મંતવ્ય બ્રેકિંગ ન્યૂઝ:

  • બનાસ ડેરીમાં ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણી
  • ચેરમેન તરીકે શંકરભાઈ ચૌધરીની પુનઃવરણી
  • ચેરમેનની દરખાસ્ત સાંસદ પરબતભાઇ પટેલે મૂકી
  • વાઈસ ચેરમેન તરીકે ભાવાભાઈ રબારી ચૂંટાયા
  • વાઈસ ચેરમેન તરીકે દરખાસ્ત અણદાભાઈ પટેલે મૂકી
  • એશિયાની સૌથી મોટી બનાસ ડેરી પર ફરી શંકરભાઈ ચૌધરી સત્તાસ્થાને

બનસાડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની આજે ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં વરણી થઈ ગઇ છે. બનાસડેરીનું 16 બેઠકોવાળુ સમગ્ર નિયામક મંડળ બિનહરીફ ચૂંટાયુ છે. શંકર ચૌધરી ચેરમેન તરીકે બીજી વખત બનાસડેરીનું સુકાન સંભાળ્યું છે, જ્યારે વાઈસ ચેરમેન તરીકે ભાવાભાઈ રબારી ચૂંટાયા છે.

sankar chaudhary એશિયાની સૌથી મોટી બનાસડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની થઇ વરણી, જાણો કોણે સંભાળી સત્તા ?

એશિયાની સૌથી મોટી બનાસડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે વરણી થઇ ગઇ છે. બનાસ ડેરી ખાતે ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શંકર ચૌધરી બીજીવાર બનાસ ડેરીનું સુકાન સંભાળ્યું છે. આપને જણાવી દઇએ કે, પૂર્વે 2015માં શંકર ચૌધરીએ બનાસડેરીમાં સત્તા મેળવી હતી. તે સમયે પણ એટલે કે, 2015ની ચૂંટણી પણ ડેરીની 16માંથી 14 બેઠકો શંકર ચૌધરીએ કબજે કરી હતી.

પોતાની બનાસડેરીનાં ચેરમેન તરીકે વરણી બાદ શંકર ચૌધરીઓ આપી આવી પ્રતિક્રિયા, જુઓ અહીં…