Vadodara/ મંજુસર ગામે થયું કોમી અથડામણ,પથ્થરમારામાં શ્રીજીની અનેક પ્રતિમાઓ ખંડિત

વડોદરાના સાવલી તાલુકાના મંજુસર ગામે ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન મંજુસરના વાઘેલા ફળિયા વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો.

Gujarat Vadodara
Mantavyanews 27 5 મંજુસર ગામે થયું કોમી અથડામણ,પથ્થરમારામાં શ્રીજીની અનેક પ્રતિમાઓ ખંડિત

Vadodara News: વડોદરાના સાવલી તાલુકાના મંજુસર ગામે થયું કોમી અથડામણ થઇ હોવાની ઘટના સામે આવી છે. મંજુસર વાઘેલા ફળિયા વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થર મારો થયો છે. ગણપતિ યાત્રા દરમિયાન પથ્થર મારો થયો છે. મંજુસર પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન  પથ્થરમારો થતાં  પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતોય મંજૂસર અને સાવલી પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

હાલ મંજુસર ગામમાં  ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ઘટનાના પગલે  કેતન ઇમાનદારે કહ્યું કે,  શાંતિ ડહોળનાર કોઈ તત્વોને  છોડવામાં નહી આવે. અમુક અસામાજિક તત્વો શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે. ઈરાદાપૂર્વક પર પથ્થરમારો કરાયો છે. આ ઘટનામાં કોઈ પણ દોષિતોને છોડવામાં નહીં આવે.જવાબદારો સામે દાખલો બેસાડવાની કાર્યવાહી કરાશે.

આ પણ વાંચો:ધાનેરાના ધરણોધર ગામમાં બે જૂથ વચ્ચે માથાકૂટ, છૂટા હાથની મારામારીનો વીડિયો વાયરલ

આ પણ વાંચો:ઓખા નજીક દરિયામાંથી ઇરાની શખ્સો સાથે શંકાસ્પદ બોટ ઝડપાઇ

આ પણ વાંચો:ભાવનગરની આ હોસ્પિટલમાં મોદી રાત્રે ફાયરિંગ, શારીરિક સંબંધને લઈને ગોળીબાર

આ પણ વાંચો:માતા અને બાળકને મોત આપનાર તબીબો સામે પોલીસની લાલાઆંખ