Not Set/ હોમિયોપેથીક કોલેજમાં પ્રોફેસરે કરી વિદ્યાર્થીનીની છેડતી,મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન

રાજકોટ, વિદ્યાર્થિનીની છેડતીના મામલે રાજકોટ હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં ભારે હંગામો મચ્યો છે.વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓનો ટોળેટોળા આજે કોલેજ બહાર એકત્રિત થયા હતા અને વિરોધ પ્રદર્શન કરી આરોપી પ્રાધ્યાપક સામે કાર્યવાહીની માગ કરી હતી.વિદ્યાર્થીઓના હોબાળાને પગલે ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી.આ સમયે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનિય […]

Top Stories Gujarat Rajkot Videos
w 5 હોમિયોપેથીક કોલેજમાં પ્રોફેસરે કરી વિદ્યાર્થીનીની છેડતી,મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન

રાજકોટ,

વિદ્યાર્થિનીની છેડતીના મામલે રાજકોટ હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં ભારે હંગામો મચ્યો છે.વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓનો ટોળેટોળા આજે કોલેજ બહાર એકત્રિત થયા હતા અને વિરોધ પ્રદર્શન કરી આરોપી પ્રાધ્યાપક સામે કાર્યવાહીની માગ કરી હતી.વિદ્યાર્થીઓના હોબાળાને પગલે ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી.આ સમયે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ઉલ્લેખનિય છે કે ગત શનિવારે રાજકોટના ગોંડલ રોડ પર આવેલ હોમીયોપેથી મેડિકલ કોલેજના પ્રાધ્યાપક ભાષ્કર ભટ્ટ દ્વારા વિદ્યાર્થિનીની છેડતી કરવામાં આવી હતી.વિદ્યાર્થિનીની ફરિયાદ બાદ પ્રાધ્યાપક ભાષ્કર ભટ્ટ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.