Not Set/ લક્ષ્મીનારાયણ મંદિરમાં નકલી નોટ બનાવનાર મહંતને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

સાયલા, સાયલાના લક્ષ્મીનારાયણ મંદિરમાં નકલી નોટ બનાવનાર મહંતને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો છે, આ પ્રકારના ગુનાથી દેશના અર્થતંત્ર પર અસર પડે છે. મંદિર જેવી પવિત્ર જગ્યાએ આરોપીએ નકલી નોટો પ્રિન્ટ કરી હતી જેના પુરતા પુરાવા છે ત્યારે આવા આરોપી સામે દયા […]

Top Stories Gujarat Others
IMG 1128 લક્ષ્મીનારાયણ મંદિરમાં નકલી નોટ બનાવનાર મહંતને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

સાયલા,

સાયલાના લક્ષ્મીનારાયણ મંદિરમાં નકલી નોટ બનાવનાર મહંતને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો છે, આ પ્રકારના ગુનાથી દેશના અર્થતંત્ર પર અસર પડે છે. મંદિર જેવી પવિત્ર જગ્યાએ આરોપીએ નકલી નોટો પ્રિન્ટ કરી હતી જેના પુરતા પુરાવા છે ત્યારે આવા આરોપી સામે દયા ન દાખવી શકાય.

1000ના દરની નકલી નોટો પ્રિન્ટર મારફતે બનાવતો હતો

એટીએસની ટીમે બાતમીના આધારે શાયલાના લક્ષ્મીનારાયણ મંદિરમાં દરોડા પાડ્યા હતા. 19 સપ્ટે. 2015ના રોજ એટીએસએ મંદિરના મહંત શૈલેષ શાંતિલાલ રાવલને ઝડપી લીધો હતો. ત્યારબાદ તપાસ કરતા આરોપી મંદિરમાં જ 1000ના દરની નકલી નોટો પ્રિન્ટર મારફતે બનાવતો હતો. તે સમયે પોલીસે આરોપી પાસેથી 102 બનાવટી નકલી નોટો પણ કબજે કરી હતી.

આ કેસમાં ચાર્જશીટ બાદ ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી શરૂ કરવામાં આવી હતી. જેમાં સરકારી વકીલ આર.પી.ઠાકરે પુરતા દસ્તાવેજ રજૂ કરી સાક્ષીઓની જુબાની લઇ કોર્ટને જણાવ્યું હતું કે, આરોપી મહંત છે અને તેણે કોઇને શંકા ન જાય તે માટે મંદિરમાં જ નીચેના ભાગે નકલી નોટો બનાવાનું શરૂ કર્યું હતું.

આરોપીએ જે ગુનો કર્યો તે ભારતીય અર્થતંત્રને સીધી અસર કરતો ગુનો છે

પોલીસે આરોપીને ઝડપી લીધો તે સમયે તેની પાસેથી નકલી નોટો બનાવાના વિવિધ સાધનો પણ મળી આવ્યા હતા. આ અંગે એફએસએલનો પણ અભિપ્રાય છે, આરોપી સામે ગુનો પુરવાર થાય તેટલા પુરાવા છે, આરોપીએ જે ગુનો કર્યો તે ભારતીય અર્થતંત્રને સીધી અસર કરતો ગુનો છે, આવા ગુના વધી રહ્યાં છે જેના કારણે અર્થતંત્ર પર વિપરીત અસર પડી રહી છે.

આવા આરોપીને સખતમાં સખત સજા થવી જોઇએ જેથી આરોપીઓમાં કાયદાનો ભય રહે અને આવા ગુના થતા અટકાવી શકાય. જો કે, આરોપી તરફે એવી દલીલ કરવામાં આવી હતી કે, મહંત છું, નિર્દોષ છું, ખોટી રીતે સંડોવીદેવામાં આવ્યો છે, ઘણા સમયથી જેલમાં છું, કોર્ટે ઓછામાં ઓછી સજા કરવી જોઇએ.