Not Set/ નવજોત સિંહ સિદ્ધુના રાજીનામા બાદ કેપ્ટને કર્યો પ્રહાર, કહ્યું – આ વ્યક્તિ સ્થિર નથી

નવજોત સિંહ સિદ્ધુના રાજીનામા વિશે કેપ્ટન અમરિંદર સિંહની પ્રતીક્રિયા આવી છે. કેપ્ટને કહ્યું છે કે, મેં પહેલાં જ કહ્યું હતું કે, સિદ્ધુ…

Top Stories India
નવજોત સિંહ સિદ્ધુના રાજીનામા

પંજાબ કોંગ્રેસમાં હંગામો હજુ પણ ચાલી રહ્યો છે અને આ ક્રમમાં મંગળવારે પાર્ટીના વડા નવજોત સિદ્ધુએ 72 દિવસ બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. નવજોત સિંહ સિદ્ધુના રાજીનામા આપ્યા બાદ કેપ્ટન અમરિંદરે ટ્વીટ દ્વારા પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી હતી. તેમણે લખ્યું કે મેં પહેલા જ કહ્યું હતું કે આ માણસ સ્થિર નથી અને સિદ્ધુ સરહદી રાજ્ય પંજાબ માટે યોગ્ય નથી.

આ પણ વાંચો : ગૃહમંત્રી અનિલ વિજની તબિયત લથડી, શ્વાસ લેવામાં તકલીફ બાદ દિલ્હીની એઈમ્સમાં દાખલ

પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને સંબોધિત તેમના રાજીનામા પત્રમાં સિદ્ધુએ લખ્યું છે કે સમાધાનથી વ્યક્તિનું પાત્ર નાશ પામે છે. હું પંજાબના ભવિષ્ય અને પંજાબના લોકોના કલ્યાણના એજન્ડા સાથે ક્યારેય સમાધાન કરી શકતો નથી. તેમણે આગળ લખ્યું, આથી, હું પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદેથી રાજીનામું આપું છું. હું કોંગ્રેસની સેવા કરવાનું ચાલુ રાખીશ.

અગાઉ, રાજીનામું આપ્યા બાદ, કેપ્ટન અમરિંદર સિંહે પરોક્ષ રીતે સિદ્ધુને પંજાબ રાજ્યની સુરક્ષા માટે ખતરો ગણાવ્યો હતો. તેમનું કહેવું છે કે નવજોત સિદ્ધુ કોંગ્રેસમાં આપત્તિ સમાન છે. કોંગ્રેસે તેમને પ્રમુખ બનાવ્યા ન હોવા જોઈએ. સિદ્ધુ પાકિસ્તાનના આર્મી ચીફ બાજવા અને વડાપ્રધાન ઈમરાન ખાનના મિત્ર છે. જો તેમને સીએમ બનાવવામાં આવે તો હું તેનો વિરોધ કરીશ. અમરિંદર સિંહે કહ્યું હતું કે પંજાબ એક સરહદી પ્રાંત છે, જ્યાં અસ્થિરતા પેદા કરવા માટે સરહદ પારથી હથિયારો મોકલવામાં આવી રહ્યા છે. આ સિવાય પાકિસ્તાનથી ડ્રગ્સ જથ્થો સતત આવી રહ્યો છે. આવી સ્થિતિમાં તેઓ પંજાબની સુરક્ષા માટે લડતા રહેશે.

આ પણ વાંચો :પંજાબમાં કેપ્ટન સામે પડેલા સિદ્ધુ રન આઉટ, અધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામું

કેપ્ટને કહ્યું કે મુખ્યમંત્રી તરીકે નવજોત સિદ્ધુ તેમને બિલકુલ સ્વીકાર્ય નથી, કારણ કે આ વ્યક્તિ પંજાબ માટે આફત છે. તેમણે કહ્યું કે સિદ્ધુ કેબિનેટ મંત્રી તરીકે પોતાનો પોર્ટફોલિયો સંભાળી શક્યા નથી, તેઓ પંજાબમાં શું સંભાળશે?

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ હવે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરે તેવી સંભાવના છે. મંગળવારે કેપ્ટન અમરિંદર સિંહ નવી દિલ્હી આવ્યા હતા. દિલ્હીમાં તેઓ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાથે મુલાકાત કરશે. કેપ્ટને સિધૂ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, સિધૂ સ્થિર નથી અને તેઓ પંજાબ જેવા સરહદી રાજ્ય માટે બિલકુલ યોગ્ય નથી. કેપ્ટને અગાઉ જણાવ્યું હતું કે, સિધૂના પાકિસ્તાન સાથે સંબંધો છે અને તે પંજાબ માટે યોગ્ય નથી.

આ પણ વાંચો :કોગ્રેસમાં જોડાયા પહેલા કનૈયા કુમારનાં પાર્ટીમાં સ્વાગત કરતા પોસ્ટરો લાગ્યા

AAPનો સિધૂ પર સીધો પ્રહાર

આમ આદમી પાર્ટીએ પણ કોંગ્રેસના આંતરિક કલેહને લઈને સિધૂના રાજીનામા બાદ તેના પર પ્રહાર કર્યો હતો. આમ આદમી પાર્ટીએ જણાવ્યું કે, પંજાબમાં દલિતને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા તે સિધૂથી સહન થયું નહીં અને તેને પગલે તેમણે પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું. આપે ટ્વટી કરીને કહ્યું કે, એક દરીબ ઘરના વ્યક્તિને સીએમ બનાવવામાં આવ્યો, સિધૂથી આ સહન ના થઈ શક્યું. જે દર્શાવે છે કે સિધૂ દલિત વિરોધી છે.

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરમાં સેનાની મોટી કાર્યવાહી, 5 દિવસમાં 4 આતંકીઓને કરાયા ઠાર