Not Set/ યોગી સરકારની પથ્થરદિલ પોલીસે મદદ માટે તડપતા યુવાનોને છોડ્યા રસ્તા પર, કારણ જાણી રહી જશો દંગ

ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશ પોલીસનો એક અસંવેદનશીલ ચહેરો સામે આવ્યો છે. યુપીના સહારનપુરથી એક એવી દર્દનાક ઘટના સામે આવી છે કે તે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઇ શકો છો. સહારનપુરમાં દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા બે યુવાનો ગાડીમાં પોલીસ સમક્ષ મદદ માટે ગુહાર લગાવી રહ્યા હતા પણ આ સમયે યોગી સરકાની પથ્થરદિલ પોલીસ મદદ કરવાને બદલે યુવાનોને મરતા […]

Top Stories
police 1495273923 યોગી સરકારની પથ્થરદિલ પોલીસે મદદ માટે તડપતા યુવાનોને છોડ્યા રસ્તા પર, કારણ જાણી રહી જશો દંગ

ઉત્તર પ્રદેશ,

ઉત્તર પ્રદેશ પોલીસનો એક અસંવેદનશીલ ચહેરો સામે આવ્યો છે. યુપીના સહારનપુરથી એક એવી દર્દનાક ઘટના સામે આવી છે કે તે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઇ શકો છો. સહારનપુરમાં દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા બે યુવાનો ગાડીમાં પોલીસ સમક્ષ મદદ માટે ગુહાર લગાવી રહ્યા હતા પણ આ સમયે યોગી સરકાની પથ્થરદિલ પોલીસ મદદ કરવાને બદલે યુવાનોને મરતા જોઈ રહી હતી. ઘટના બાદ પોલીસની અસંવેદનશીલતનો વીડિયો પણ વાઈરલ થયો હતો.

વાઈરલ થયેલા આ વીડિઓમાં જોઈ શકાય છે કે, સ્થાનિક લોકો પોલીસ સામે કહી રહ્યા છે કે, પોલીસની ગાડીમાં ઘાયલ યુવાનોને હોસ્પિટલ પહોચાડવામાં આવે પરંતુ પથ્થરદિલ પોલીસને કોઈ ફર્ક પડ્યો ન હતો. પોલીસને બે જિંદગીના જીવનની જગ્યાએ સરકારી ગાડીની સીટ લોહીથી ખરાબ થઇ જવાની ચિંતા હતી.

હકીકતમાં આ ઘટના ગુરુવાર રાત્રે ૧૨ વાગ્યે સહરાનપુરના જનકપુરી પોલીસ સ્ટેશન નજીકના વિસ્તારમાં વીજળીના થાંભલા સાથે ટક્કર માર્યા બાદ બાઈક સવાર બે યુવાનો નાળામાં પડી ગયા હતા. ત્યારબાદ ભારે જહેમત બાદ તેઓને બહાર નીકળવામાં આવ્યા ત્યારે સ્થળ પર રહેલી ડાયલ-૧૦૦ ની ગાડી પણ પહોચી હતી. પરંતુ દુર્ધટના સ્થળ પર પહોચેલા પોલીસના કર્મચારીઓ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા માટે ના પાડી હતી અંતે બંને યુવકો તડપી તડપીને મૃત્યુ પામ્યા હતા.

દુર્ઘટનામાં ઘાયલ થયેલા બે યુવાનોને પોલીસ દ્વારા મદદ ન મળ્યા બાદ આ બંને યુવકોનું મોત થયું હતું. જો કે આ પોલીસની અસંવેદનશીલતનો વીડિયો વાઈરલ થયા બાદ યુપીની પથ્થરદિલ પોલીસનો પર્દાફાશ થયો હતો. આ ઘટનાનો ખુલાસો થયા બાદ ૧૦૦ નં. ના કંટ્રોલ રૂમ પર કાર્યરત હેડ કોન્સ્ટેબલ સાહિત ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ ઘટનાનો વીડિયો વાઈરલ થયા બાદ સહરાનપુરના એસપી પ્રબલ પ્રતાપ સિંહે, આ અંગે કાર્યવાહી કરતા હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રપાલ સિંહ, કોન્સ્ટેબલ પંકજ કુમાર અને મનોજ કુમારને તત્કાલ પ્રભાવથી સસ્પેન્ડ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.