આજે કાકા-ભત્રીજાના બળાબળના પારખા Pawar Vs. Pawar થશે. શરદ પવાર અને અજિત પવાર બંને જૂથે એનસીપીની બેઠક બોલાવી છે અને તેમા બધુ જ સ્પષ્ટ થઈ જશે તેમ માનવામાં આવે છે. આમ આજે પવારનો પાવર દેખાશે કયાં તો અજીતની જીત દેખાશે.
નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના બંને જૂથો આજે Pawar Vs. Pawar શક્તિ પ્રદર્શન કરશે. એનસીપીના વડા શરદ પવાર દ્વારા ધારાસભ્યોને બેઠકમાં હાજરી આપવા માટે વ્હીપ જાહેર કરી છે. શરદ પવારે પોતે ધારાસભ્યોને ફોન કરી બોલાવ્યા છે. તે જ સમયે, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનો જૂથ NCPના 58 માંથી 40 ધારાસભ્યોના સમર્થનનો દાવો કરી રહ્યો છે. જેને લઇ શરદ પવાર જૂથ ચિંતિત દેખાઈ રહ્યું છે.
બપોરે એક વાગ્યે શરદ પવાર કરશે બેઠક
શરદ પવાર જૂથે દક્ષિણ મુંબઈમાં યશવંતરાવ ચવ્હાણ Pawar Vs. Pawar પ્રતિષ્ઠાન ખાતે પક્ષના ધારાસભ્યો સહિત રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્તરના પદાધિકારીઓની બેઠક બોલાવી છે, જ્યારે અજિત જૂથે બાંદ્રામાં MET સંકુલમાં બેઠક બોલાવી છે. જિતેન્દ્ર આવ્હાડે શરદ પવારના જૂથ વતી વ્હીપ જાહેર કર્યું હતું. તેમણે જણાવ્યું કે, શરદ પવારે બુધવારે બપોરે 1 વાગે બેઠક બોલાવી છે. બેઠકમાં તમામ ધારાસભ્યો હાજર રહે તે જરૂરી છે. બીજી તરફ, અજિત પવાર જૂથ વતી સુનીલ તટકરે બેઠકની અધ્યક્ષતા કરશે, જેના માટે શિવાજીરાવ ગર્જેએ બેઠક બોલાવી છે.
અજિત પવાર કેમ્પમાં શરદ પવારના ફોટો છવાયા
શરદ પવારની કડક સૂચના પછી પણ શરદ પવારની Pawar Vs. Pawar તસવીરને મહત્વ આપવામાં આવ્યું છે. અજિત પવાર કેમ્પની સભા માટેનું સ્ટેજ તૈયાર છે, જેમાં શરદ પવારની તસવીર ચોંટાડવામાં આવી છે. અજિત પવાર સાથે કેટલા ધારાસભ્યો છે તેનું ચિત્ર આજે સ્પષ્ટ થશે.
અજિત પવાર કાયદાકીય સલાહ સાથે આગળ વધશે
અજિત પવાર પણ શિંદે-ફડણવીસ સરકારમાં Pawar Vs. Pawar જોડાવાથી ઊભી થયેલી કટોકટીનો સામનો કરવા કાયદાકીય અભિપ્રાય લઈ રહ્યા છે. એનસીપીના રાષ્ટ્રીય પ્રવક્તા ક્લાઈડ ક્રેસ્ટોએ જણાવ્યું હતું કે, પવાર સોમવારે રાત્રે સાતારાથી પરત ફર્યા બાદ વર્તમાન રાજકીય ઘટનાક્રમનો સામનો કેવી રીતે કરવો તે અંગે કાયદાકીય નિષ્ણાતો સાથે સતત ચર્ચા કરી હતી.
આ પણ વાંચોઃ US Whitehouse/ અમેરિકામાં વ્હાઇટહાઉસમાં શંકાસ્પદ પદાર્થ મળતાં મચ્યો હડકંપ
આ પણ વાંચોઃ Moscow-Drone Attack/ મોસ્કો પર યુક્રેનિયન ડ્રોન હુમલા બાદ ગુસ્સે ભરાયું રશિયા
આ પણ વાંચોઃ Murderer-Arrested/ પોલીસે હત્યાના આરોપીને 14 વર્ષે પકડ્યો
આ પણ વાંચોઃ Turkey-Gujarati Death/ તુર્કીમાં ભણતી ગુજરાતી યુવતી ચાર સ્વદેશી મિત્રો સાથે ફરવા નીકળી, મળ્યું મોત
આ પણ વાંચોઃ Political/ AAPએ અજિત પવારની બગાવત પર કહ્યું ‘તપાસ એજન્સીઓનો ઉપયોગ વિરોધ પક્ષોને તોડવા માટે થઈ રહ્યો છે’
