Murderer-Arrested/ પોલીસે હત્યાના આરોપીને 14 વર્ષે પકડ્યો

પાપ ક્યારેય છાનુ રહેતું નથી અને છાપરે ચઢીને પોકારે છે. સૌરાષ્ટ્રમાં પોલીસે હત્યાના આરોપીને 14 વર્ષે પકડવામાં સફળતા મેળવી હતી. 

Top Stories Gujarat
Rajkot Aropi પોલીસે હત્યાના આરોપીને 14 વર્ષે પકડ્યો

પાપ ક્યારેય છાનુ રહેતું નથી અને છાપરે Murderer arrested ચઢીને પોકારે છે. સૌરાષ્ટ્રમાં પોલીસે હત્યાના આરોપીને 14 વર્ષે પકડવામાં સફળતા મેળવી હતી.  જામનગર જિલ્લાના કાલાવડના આણંદપર ગામે જમીનના વિવાદમાં છનાભાઈ જસેડીયા નામના વ્યક્તિનું અપહરણ કરી હત્યા કરવાના 2009ના ચકચારી ગુનામાં વોન્ટેડ ગજેન્દ્રસિંહ ઉર્ફે સોના શંકરસિંહ ઠાકુર આગ્રામાં રહેતો હોવાની જાણ થઈ હતી. ત્યાર બાદ એલસીબી પીઆઈ વી.વી. ઓડેદરા અને પીએસઆઈ આર.કે. ગોહિલની ટીમે સતત બે દિવસ સુધી રિક્ષા ચાલક બનેલા આરોપી ગજેન્દ્ર સિંહની શોધખોળ હાથ ધરી હતી અને અંતે તેને આગ્રાના તાજનગર પાસેના આશ્રમમાંથી પકડી પાડ્યો હતો.

પકડાયેલ વોન્ટેડ આરોપી ગજેન્દ્રસિંહ ઠાકુર પોલીસથી Murderer arrested દૂર રહેવા સંજુ સિસોદિયાનું નામ ધારણ કરીને આગ્રામાં રહેતો હતો. તેણે આ નામનું આધાર કાર્ડ પણ બનાવ્યું હતું. પોલીસને 2009 અને હાલના આરોપીના ચહેરાનો ન્યાય કરવામાં પણ ઘણી મુશ્કેલી પડી હતી. જમીનના વિવાદમાં ગજેન્દ્રસિંહે મૃતકનું અપહરણ કરી દસ્તાવેજો લખાવવા માટે મૃતક છનાભાઈના ભત્રીજા પાસેથી સાત લાખ રૂપિયાની સોપારી લીધી હતી.

જોકે, જમીન દસ્તાવેદ લખી આપવા Murderer arrested ચનાભાઈ ન માનતા ગજેન્દ્રસિંહએ તેમનું ઢીમ ઢાળી દીધું હતું અને બાદમાં ગજેન્દ્રસિંહ અને તેના સાગરીતોએ મૃતકની લાશને એસ્ટીમ કારમાં વલસાડ પાસે લઇ જઇ તાપી નદીમાં ફેંકી દીધી હતી. 6 મહિના બાદ ગજેન્દ્રસિંહનો સાગરીત કરણ મેર પકડાતા તેણે કબુલાત કરતા આ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાયો હતો.

હત્યાનો ભોગ બનનાર ચનાભાઈ તથા તેના બે Murderer arrested ભાઈઓને કાલાવડના આણંદપર ગામે સંયુક્ત ખાતાની 115 વિઘા જમીન હતી. ચનાભાઇના ભાઈ ભુરાભાઇ જસેડીયાને લગ્નજીવનમાં અણબનાવ બનતા તેમના પત્ની બાળકોને લઇ પિયર નારણકા ગામે જતા રહ્યા હતા. બાદમાં ભુરાભાઇના પુત્ર જિવરાજ તથા બાબુ રાજકોટ રહેવા આવ્યા હતા. આ દરમિયાન ભુરાભાઇ જેસડીયાએ તેમના ભાગમાં આવતી જમીન પોતાના બંને ભાઇઓ ચનાભાઇ તથા મકનભાઇને વેચાતી આપી દીધી હતી.

ભુરાભાઇના પુત્ર બાબુ જેસડીયાએ પોતાના પિતાની Murderer arrested જમીનમાં ભાગ મેળવવા માટે પોતાના કાકા ચનાભાઇ જેસડીયા સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં બાબુ હારી જતા તેને દ્વેષ રાખી તેના સાગરીતો સાથે કાકા ચનાભાઇ જેસડીયાના અપહરણનો પ્લાન ઘડ્યો હતો અને બાદમાં તેમની હત્યા કરી નાખી હતી. ચનાભાઈ જેસડીયાના અપહરણ અને મર્ડરના આ બનાવમાં કાલાવડ પોલીસે જે તે સમયે આરોપી બાબુ જેસડીયા, ધર્મેશ સાંગાણી, મુળુ મેર, છગન જેસડીયા, મગન સાંગાણી, પરેશ સાંગાણી તથા કરણ ઉર્ફે પોલો મેરની ધરપકડ કરી હતી. જ્યારે આ ગુનામાં સોપારી લેનાર ગજેન્દ્રસિંહ ઠાકુર 14 વર્ષથી પોલીસને થાપ આપી નાસતો ફરતો હતો.

આ પણ વાંચોઃ Turkey-Gujarati Death/ તુર્કીમાં ભણતી ગુજરાતી યુવતી ચાર સ્વદેશી મિત્રો સાથે ફરવા નીકળી, મળ્યું મોત

આ પણ વાંચોઃ આજનું રાશિફળ/ 5 જુલાઈ 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચોઃ Political/ AAPએ અજિત પવારની બગાવત પર કહ્યું ‘તપાસ એજન્સીઓનો ઉપયોગ વિરોધ પક્ષોને તોડવા માટે થઈ રહ્યો છે’

આ પણ વાંચોઃ Sidhi/ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આપ્યું મોટું નિવેદન,’ગુનેગારનો કોઈ પક્ષ હોતો નથી…’

આ પણ વાંચોઃ Political/ NCPમાં બગાવતની સ્થિતિ પર કોંગ્રેસના મહા સચિવ વેણુગોપાલે આપ્યું મોટું નિવેદન, વિપક્ષ વધુ મજબૂત બનશે