કરુણ ઘટના/ દમણમાં સાંસદના ફાર્મ હાઉસના સ્વિમિંગ પુલમાં ડૂબવાથી બાળકનું મોત

સાંસદ લાલુ પટેલના ફાર્મ હાઉસમાં બની હતી. ઉમરસાડીના પટેલ પરિવારે સાંસદના ફાર્મ હાઉસની મુલાકાત લીધી હતી અને અન્ય પરિવારો અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત હતા. ત્યારબાદ બાળકોએ સ્વિમિંગ પુલમાં ન્હાવું પડ્યું હતું. આથી પરિવારમાં દોડધામ મચી ગઈ હતી.

Gujarat Others Trending

દમણના કાચી ગામે સ્વિમિંગ પુલમાં એક બાળકનું ડૂબી જવાથી મોત થઇ જતા ચકચાર મચી જવા પામી છે. દમણના સાંસદ લાલુભાઈ પટેલના ફાર્મ હાઉસના સ્વિમિંગ પુલમાં બાળક ડૂબી જતા તેનું મોત નીપજ્યું છે. ત્યારે પોલીસને આ ઘટનાની જાણ થતા જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.

આ અંગે મળતી માહિતી અનુસાર,આ ઘટના સાંસદ લાલુ પટેલના ફાર્મ હાઉસમાં બની હતી. ઉમરસાડીના પટેલ પરિવારે સાંસદના ફાર્મ હાઉસની મુલાકાત લીધી હતી અને અન્ય પરિવારો અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત હતા. ત્યારબાદ બાળકોએ સ્વિમિંગ પુલમાં ન્હાવું પડ્યું હતું. આથી પરિવારમાં દોડધામ મચી ગઈ હતી.

તાત્કાલિક તરુણને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે દમણ કોસ્ટલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જો કે, હજુ સુધી તરુણના મોતનું કારણ જાણી શકાયું નથી. આથી પોલીસે પણ આ મામલે જરૂરી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝ દ્વારા 75 લાખ વૃક્ષો વાવો અભિયાનનો પ્રારંભ, ધરમપુર ગામ પાંચ લાખ વૃક્ષ નું વાવેતર કરશે.

આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝ દ્વારા 75 લાખ વૃક્ષો વાવો અભિયાનનો પ્રારંભ, 11 મિનિટમાં 1100 વૃક્ષો

આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝ દ્વારા 75 લાખ વૃક્ષો વાવો અભિયાનનો પ્રારંભ, સિદ્ધપુરમાં સ્કૂલ દ્વારા 108 વૃક્ષો રોપાયા

આ પણ વાંચો:ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં યોજાશે રાજ્યસભાની ચૂંટણી, જાણો કોણ છે ઉપલા ગૃહની રેસમાં આગળ

આ પણ વાંચો:સરથાણા પોલીસની માનવતા સામે આવી 6 વર્ષીય દીકરીના વ્હારે આવી પોલીસ