Gujarat Weather/ રાજ્યમાં 5 ઝોનમાં આ વર્ષે કેટલો વરસાદ નોંધાયો, 7 જીલ્લામાં વરસાદની અછત

રાજ્યમાં આ વખતે છેલ્લા 3 મહિનામાં પાંચ ઝોનમાં સરેરાશ 22% વધુ વરસાદ નોંધાયો છે.

Top Stories Gujarat

Gujarat Rain News: રાજ્યમાં આ વખતે છેલ્લા 3 મહિનામાં પાંચ ઝોનમાં સરેરાશ 22% વધુ વરસાદ નોંધાયો છે. 11 જૂનથી ગુજરાત રાજ્યમાં મેઘમહેર થઈ હતી. પાંચેય ઝોનમાં 100% થી વધુ વરસાદ નોંધાયો છે. 6 જીલ્લામાં સરેરાશ 50 %થી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે 7 જીલ્લામાં વરસાદની અછત  વર્તાઈ રહી છે.

ગુજરાત રાજ્યના દક્ષિણમાં ભરૂચ, આણંદ જિલ્લામાં 40 % થી વધુ વરસાદ નોંધાયો છે. તો બીજી બાજુ રાજકોટ, મહીસાગર, નવસારી, નર્મદા, ખેડા જીલ્લામાં  30 % વધુ વરસાદ ખાબક્યો હતો. ગાંધીનગર, સુરત, મહેસાણા અને તાપી જીલ્લામાં અંદાજે 20 %થી વધુ વરસાદ નોંધાયો છે. ડાંગ, અરવલ્લી, દાહોદ, પાટણ, સાબરકાંઠા, છોટાઉદેપુરમાં 3 થી 9 % જેટલો વરસાદ નોંધાયો છે.

Heavy rains put our health, water quality at risk | Our Minnesota Climate

સૌરાષ્ટ્ર પ્રદેશની વાત કરવામાં આવે તો દરિયાકાંઠે આવેલા દ્વારકા, જામનગર, કચ્છ, પોરબંદર, મોરબી, જૂનાગઢમાં  50 % થી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી સૌથી વધુ દ્વારકામાં અધધધ…. 154 ટકા જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે કચ્છમાં 83 %, પોરબંદરમાં 80 %, જામનગરમાં 61 %, મોરબી અને જૂનાગઢમાં 53 % વધુ વરસાદ નોંધાયો છે. મધ્ય અને ઉત્તર ગુજરાતના અમુક જીલ્લા જેવાં કે, બોટાદ, બનાસકાંઠા, અમરેલી, ગાંધીનગર, અમદાવાદ ભાવનગર, ગીરસોમનાથમાં વરસાદ ઓછો પડ્યો છે.

Heavy rain, thunderstorm lash Delhi-NCR; trees uprooted, flights affected –  India TV

ગુજરાતના પાંચેય ઝોનનો વરસાદ જોઈએ તો, કચ્છ ઝોનમાં 83 %, ઉત્તર ગુજરાત ઝોનમાં %, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં 18 %, સૌરાષ્ટ્ર ઝોનમાં % અને દક્ષિણ ગુજરાત ઝોનમાં 24 % વરસાદ નોંધાયો છે. 20 તાલુકામાં 250 થી 500 મીમી વરસાદ નોંધાયો છે. 114 તાલુકામાં 501 થી 1000 મીમી વરસાદ ખાબક્યો છે.  તો 117 તાલુકામાં 1000થી વધુ મીમી વરસાદ અત્યાર સુધીમાં પડ્યો છે.

2021માં કુલ વરસાદ 827 મીમી નોંધાયો હતો, 2022માં 1037.88 મીમી, 2023માં 948.06 મીમી, 2024માં ગઈકાલ સુધી (9 સપ્ટેમ્બર) 1079.08 મીમી વરસાદ પડ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં ભાદરવો ભરપૂર, ઉમરપાડામાં 10 ઈંચ વરસાદ નોંધાયો

આ પણ વાંચો:આગામી દિવસોમાં ગુજરાત થશે જળબંબાકાર…..

આ પણ વાંચો:આગામી દિવસોમાં ગુજરાત થશે જળબંબાકાર…..