Gujarat Weather/ આગામી દિવસોમાં ગુજરાત થશે જળબંબાકાર…..

ઉત્તર-મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડી શકે તેવી આગાહી કરી છે. તો બીજી બાજુ સૌરાષ્ટ્રના પણ અમુક ભાગોમાં વરસાદ પડી શકે છે. પૂર્વ ગુજરાત

Top Stories Gujarat Breaking News

Gujarat Weather News: ગુજરાતમાં આગામી 10 દિવસ ભારે વરસાદની (Heavy Rain) આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી ધોધમાર વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. અંબાલાલ પટેલે 26 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે.

Heavy rains lash several parts of India, rescue operations on; Over 100  killed in Maharashtra | India News - Times of India

ઉત્તર-મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડી શકે તેવી આગાહી કરી છે. તો બીજી બાજુ સૌરાષ્ટ્રના પણ અમુક ભાગોમાં વરસાદ પડી શકે છે. પૂર્વ ગુજરાત અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની શક્યતા જણાઈ રહી છે. મોન્સુન ટ્રફના કારણે ગુજરાતમાં વરસાદની આગાહી છે. દાહોદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની શક્યતા છે.

IMD પ્રમાણે, મોન્સુન ટ્રફના કારણે આગામી દિવસોમાં ગુજરાતનાં કેટલા ભાગોમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા અનેક જીલ્લાઓમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જીલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.

July To Make Podium Finish, Monthly Rainfall Cross Triple Hundred Mark |  Skymet Weather Services

હવામાન વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 952 મીમી વરસાદ પડ્યો છે. જ્યારે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 28 ટકા વધુ વરસાદ નોંધાયો હતો. તેમજ ચોમાસાની ઋતુનાં કારણે ગુજરાતનાં વિવિધ જીલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડે છે. છેલ્લા 24 કલાકમાં ભરૂચમાં 89 મીમી વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મોનસુન ટ્રફની અસર ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાઓ પર વર્તાશે અને ત્યાં ભારે વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં ખૂબ જ હળવો છુટા છવાયો વરસાદ વરસી શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 122 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 183 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 129 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 124 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં 118 ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં 106 ટકા વરસાદ નોંધાયો છે.

Delhi downpour not due to a cloudburst but was close to one: IMD | Delhi  News - The Indian Express


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: IMDએ કરી વરસાદની નવી આગાહી, છુટા છવાયા વરસાદ સાથે અપાયું યલો એલર્ટ

આ પણ વાંચો: IMDની આગાહી શું કહે છે, કેવો રહેશે વરસાદ…..

આ પણ વાંચો: હવામાન વિભાગે કરી વરસાદની નવી આગાહી, આ જીલ્લાઓમાં અપાયું એલર્ટ