GST Scam/ જીએસટી કૌભાંડમાં ભાજપના વિધાનસભ્ય ભગવાન બારડના પુત્ર સુધી રેલો પહોંચ્યો

ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઈન્ટેલિજન્સ (DGGI) દ્વારા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને આપવામાં આવેલી માહિતીના આધારે અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા અને ભાવનગરમાં 14 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.

Gujarat Gandhinagar Breaking News

Ahmedabad News: ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઈન્ટેલિજન્સ (DGGI) દ્વારા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને આપવામાં આવેલી માહિતીના આધારે અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા અને ભાવનગરમાં 14 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આમાં કુલ 12 નકલી પેઢીઓ બનાવનાર 33 થી વધુ સંચાલકોની અટકાયત કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રના ભાજપના ધારાસભ્ય ભગવાન બારડના પુત્ર અજય બારડ અને પત્રકાર મહેશ લાંગાની પણ પૂછપરછ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે દેશભરમાં 200 થી વધુ નકલી કંપનીઓ દ્વારા કરોડો રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટની છેતરપિંડી કરવામાં આવી છે.

આ મામલે ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે જણાવ્યું હતું કે GSTની ફરિયાદ બાદ પત્રકાર મહેશ લાંગાની ખોટા દસ્તાવેજોના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ તમામ દસ્તાવેજો જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરશે. તપાસમાં જે પણ બહાર આવશે, આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ક્રાઈમ બ્રાન્ચ, EOW અને SOGની ટીમો દ્વારા દરોડા

સેન્ટ્રલ GST ક્રાઈમ બ્રાન્ચની ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચ, EOW અને SOGની ટીમો દ્વારા અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા, ભાવનગર સહિત રાજ્યભરમાં 14 સ્થળોએ દરોડા અને તપાસ હાથ ધરવામાં આવી હતી. દેશભરમાં 200 થી વધુ છેતરપિંડી કરનાર કંપનીઓ/એન્ટિટી નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવીને અને પાસ કરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવા માટે સંગઠિત રીતે કામ કરી રહી છે.

આવી પેઢીઓ બનાવવા માટે નકલી ઓળખ અને દસ્તાવેજોનો ઉપયોગ જેવી છેતરપિંડીની પદ્ધતિઓ પણ બહાર આવી છે. એક મોટું જૂથ આવા બનાવટી બિલિંગ, બનાવટી દસ્તાવેજો અને હકીકતો/દસ્તાવેજોની ખોટી રજૂઆત દ્વારા કરોડો રૂપિયાની આવકને નુકસાન પહોંચાડીને દેશને આર્થિક નુકસાન પહોંચાડવાનું ગુનાહિત કાવતરું રચવા માટે કામ કરી રહ્યું છે. જેની હાલ તપાસ ચાલી રહી છે અને કાયદાકીય પ્રક્રિયા અપનાવવામાં આવી રહી છે. DGGIએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી

ડિરેક્ટોરેટ જનરલ ઑફ ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ (DGGI)ના ડિરેક્ટર હિમાંશુ જોશીએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી કે એક ચોક્કસ ટુકડી અમદાવાદની ધ્રુવી એન્ટરપ્રાઇઝના નામે નકલી કંપનીની નોંધણી કરીને નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી રહી છે. આ ટુકડીએ દેશભરમાં 200 થી વધુ નકલી કંપનીઓની નોંધણી કરી છે અને કરોડો રૂપિયાની નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી છે, જેના માટે તેણે હજારો કરોડ રૂપિયાના નકલી બિલ પણ બનાવ્યા હતા.

રાજ્યવ્યાપી દરોડા પાડીને કરચોરી પકડવાનો પ્રયાસ

આ ફરિયાદના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને એન્ટી ઈકોનોમિક ઓફેન્સ વિંગે કરચોરી શોધવા રાજ્યવ્યાપી દરોડા પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં જ રૂ.200 કરોડથી વધુના કૌભાંડની માહિતી સામે આવી રહી છે. તપાસ ચાલુ રહેતાં આ કૌભાંડો અને કૌભાંડીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. ગુજરાતમાં નકલી બિલિંગ કૌભાંડનો આંકડો 50 હજાર કરોડને પાર કરી ગયો છે. સમગ્ર દેશમાં જીએસટી કલેક્શનમાં ગુજરાત મોખરે છે. આવી જ રીતે કૌભાંડ પણ મોખરે છે. ગુજરાતમાં GST નકલી બિલિંગ કૌભાંડનો આંકડો 50 હજાર કરોડને વટાવી ગયો છે. હાલ વિવિધ કેસોની તપાસ ચાલી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભાવનગરમાં જીએસટી કૌભાંડનો આરોપી ઝડપાયો

આ પણ વાંચો: જીએસટી કૌભાંડમાં અંકલેશ્વરના બે વેપારીની ધરપકડ

આ પણ વાંચો: બોગસ બિલિંગ મામલે સ્ટેટ જીએસટી વિભાગ અને ભાવનગર પોલીસે આધાર કૌભાંડનો કર્યો પર્દાફાશ, 20 શખ્સ સામે ફરિયાદ નોંધાઈ