Surat News/ સુરતના અડાજણ ખાતેથી MD ડ્રગ્સ પકડાયું

રાજ્યમાં નાર્કોટિક્સ પર પ્રતિબંધ હોવા છતાં અવારનવાર નાર્કોટીક્સ પકડાય છે. સુરત શહેરમાંથી ફરી ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ થયો છે.

Gujarat Top Stories

Surat news: રાજ્યમાં નાર્કોટિક્સ પર પ્રતિબંધ હોવા છતાં અવારનવાર નાર્કોટીક્સ પકડાય છે. સુરત શહેરમાંથી ફરી ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ થયો છે. સુરત પોલીસે MD ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ કરી છે. 35 લાખથી વધુનું ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે અંદાજિત 352.70 ગ્રામ મેફડ્રોન ડ્રગ્સ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. તેમજ મુંબઈથી ડ્રગ્સ આપનારને  વોન્ટેડ જાહેર કરાયો છે.સુરતના અડાજણ ખાતેથી MD ડ્રગ્સ પકડાયાની ઘટના સામે આવી છે.આપને જણાવી દઈએ  સુરત શહેર SOGએ ડ્રગ્સ પકડી પાડ્યું  છે.

આ પહેલા કચ્છમાં ગાંધીધામમાંથી રૂ. 120 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. ખારી રોહર વિસ્તારમાંથી 11 કિલો કોકેઇન ઝડપાયું છે. 11 કિલો કોકેઇનની બજારકિંમત 120 કરોડ રૂપિયા છે. સ્થાનિક પોલીસે ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. કચ્છ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.

પૂર્વ કચ્છમાંથી પોલીસે કરોડોનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. પૂર્વ કચ્છ પોલીસે ગાંધીધામના ખારીરોહરમાંથી 11 કિલો કોકેઈન જપ્ત કર્યું હતું. ઝડપાયેલા ડ્રગ્સની કિંમત આશરે 120 કરોડ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે ડ્રગ્સ જપ્ત કર્યા પછી હવે કચ્છ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

એક દિવસ અગાઉ પણ ગુજરાત ATS અને દિલ્લી NCBની ટીમે સયુક્ત ઓપરેશન હાથ ધરીને 1814 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. ગુજરાત ATS અને દિલ્લી NCBની ટીમે ભોપાલમાં એમ.ડી.ડ્રગ બનાવતી ફેક્ટરી ઉપર રેડ પાડીને ડ્રગ્સ અને અન્ય સામગ્રી ઝડપી પાડી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: BSFએ કચ્છના કાંઠેથી ડ્રગ્સના 27 પેકેટો કબજે કર્યા

આ પણ વાંચો: કચ્છના ક્રીક વિસ્તારમાંથી 150 કરોડનું ડ્રગ્સ ઝડપાયુ

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠેથી સપ્તાહમાં 150 કરોડથી વધુના ચરસ-ડ્રગ્સ મળ્યાં