Kutch News: BSF દ્વારા સર્ચ ઑપરેશનમાં, ભુજના જખૌ કાંઠે બે અલગ-અલગ જગ્યાએથી શંકાસ્પદ દવાઓના 27 પેકેટ મળી આવ્યા હતા. આમાંથી, દરેક 17 પેકેટમાં પીળી ગોળીઓના 03 નાના પેકેટ છે, જે સિન્થેટિક ડ્રગ્સ/મોર્ફિન હોવાની શંકા છે. BSF દ્વારા છેલ્લા એક સપ્તાહમાં જખાઉ કિનારેથી શંકાસ્પદ દવાઓના 129 પેકેટ ઝડપાયા છે. બીએસએફ દ્વારા દરિયાકાંઠે આવેલા અલગ-અલગ ટાપુઓ અને ખાડી વિસ્તારની સઘન શોધ કરવામાં આવી રહી છે.
જરતના વિવિધ ઠેકાણેથી નશીલા પદાર્થનો જથ્થો પકડાવાનું બંધ થતું નથી. આવા જ ક બનાવમાંકચ્છના ક્રીક વિસ્તારમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાતા ચકચાર મચી છે.આ બનાવની વિગત મુજબ કચ્છના ક્રીક વિસ્તારમાં ડ્ગર્સની હેરાફેરી થતી હોવાથી બીએસએફના જવાનો સતત પેટ્રોલિંગ કરતા હોય છે. દરમિયાન જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધરતા તેમને અંદાજે 150 કરોડ રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો જથ્થો હાથ લાગ્યો હતો.
આ ડ્રગ્સમાં સિન્થેટિક, હેરોઈન અને ચરસ જેવા નશીલા પદાર્થના અલગ અલગ પેકેટ મળી આવ્યા હતા. જેમાં જવાનોએ એક સપ્તાહમાં 150થી વધુ પેકેટ જપ્ત કર્યા હતા. હજાપણ આ વિસ્તારમાંતી ડ્રગ્સનો જથ્થો મળવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. જેને પગલે બીએસએફના જવાનો ખાડી વિસ્તારમાં સતત સર્ચ ઓપરેશન કરી રહ્યા છે.
આ પણ વાંચો: શનિવારથી અમદાવાદમાં ટ્રાફિક પોલીસની દસ દિવસની મેગા ડ્રાઇવ
આ પણ વાંચો: કર્મચારીઓના હિતમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
આ પણ વાંચો: ગોધરામાં NEET-UG પરીક્ષામાં છેડછાડ, તાર ક્યાં સુધી જોડાયેલા છે,પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો
આ પણ વાંચો: સુરેન્દ્રનગર વિરમગામ હાઈવે પર ગમખ્વાર અકસ્માત