અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ એરપોર્ટ પરથી ઉડતા ઇટાલિયન સૈન્ય પરિવહન વિમાન પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. ઇટાલીના સંરક્ષણ મંત્રાલયે એક સૂત્રને ટાંકીને આ માહિતી આપતાં જણાવ્યું કે આ ઘટનામાં વિમાનને કોઈ નુકસાન થયું નથી.ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા એક ઇટાલિયન પત્રકારે સ્કાય 24 ટીજીને જણાવ્યું હતું કે વિમાનમાં લગભગ 100 અફઘાન નાગરિકો હતા, પરંતુ ટેકઓફ થયાની થોડી મિનિટો બાદ તેને ગોળીબાર કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે્ કે તાલિબાનના કાબુલ પર કબજો કર્યા બાદ અમેરિકા, ઈટાલી સહિત ઘણા દેશો પોતાને અને તેમના નાગરિકોને બહાર કાઢવામાં વ્યસ્ત છે. આ માટે આર્મી એરક્રાફ્ટનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે જેના લીધે ત્યાંની પરિસ્થિતિ અરાજકતા ફેલાયેલી જોવા મળી રહી છે ,તાલિબાનોએ ફરમાન જારી કરીને કહ્યું છે કે અફઘાન નાગરિકોને બહાર જવા દેવામાં આવશે નહી હાલ તાલિબાનો સક્રીય છે કે અફઘાનિસ્તાનમાં પોતાની સરકાર બનાવવા માટે હાલ તે તમામ દેશો સાથે તેમને માન્યતા મળે તેવી ભલામણ કરી રહ્યા છે
