Not Set/ દંપતીનો હત્યારો સગો ભાણેજ જ નીકળ્યો, પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યો

પલસાણાના કારેલી ગામે દંપતીની હત્યાની ઘટનાએ સનસનાટી મચાવી દીધી હતી. તેના પગલે પોલીસ પર માછલા ધોવાતા પોલીસ પણ સક્રિય બની હતી. પોલીસે તેના પગલે ગણતરીના કલાકોમાં દંપતીના હત્યારા તેમના ભાણેજને ઝડપી લીધો હતો.

Gujarat Others Breaking News

Surat News: પલસાણાના કારેલી ગામે દંપતીની હત્યાની ઘટનાએ સનસનાટી મચાવી દીધી હતી. તેના પગલે પોલીસ પર માછલા ધોવાતા પોલીસ પણ સક્રિય બની હતી. પોલીસે તેના પગલે ગણતરીના કલાકોમાં દંપતીના હત્યારા તેમના ભાણેજને ઝડપી લીધો હતો.

આ હત્યા ભાણેજ અને તેની પત્નીએ બંને ભેગા થઈ કરી હતી. આ ઘટના 19મી જૂનના રોજ બની હતી. હત્યારો ભાણેજ મામામામીને ત્યાં તેની પત્ની સાથે મજૂરીકામ માટે આવ્યો હતો. તેને મામામામી સાથે મજૂરીના રૂપિયાને લઈને રકઝક થઈ હતી.

મજૂરીના રૂપિયાની રકઝકમાં ભાણેજે પત્ની સાથે મળીને મામામામીને મોતને ઘાટ ઉતાર્યા હતા. મૃતક પતિપત્ની ખેતરમાં રહી ખેતમજૂરી કરતા હતા. ડબલ મર્ડરના પગલે ચોંકી ઉઠેલી પોલીસે દસ ટીમો બનાવી કામે લગાડી હતી. આ ટીમોની મહેનત રંગ લાવી હતી. તેમણે ગણતરીના કલાકોમાં બંને આરોપીમાં ઝડપ્યા હતા. વિજય અને શીલા નામના પતિપત્નીએ શ્રમિક દંપતી મામામામીની હત્યા કરી હતી. પોલીસે બંને સામે હવે કલમ 302 હેઠળ ગુનો નોંધ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શનિવારથી અમદાવાદમાં ટ્રાફિક પોલીસની દસ દિવસની મેગા ડ્રાઇવ

આ પણ વાંચો:  કર્મચારીઓના હિતમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

આ પણ વાંચો: ગોધરામાં NEET-UG પરીક્ષામાં છેડછાડ, તાર ક્યાં સુધી જોડાયેલા છે,પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો

આ પણ વાંચો: સુરેન્દ્રનગર વિરમગામ હાઈવે પર ગમખ્વાર અકસ્માત