Bhavnagar News/ ભાવનગરમાં જીએસટી કૌભાંડનો આરોપી ઝડપાયો

ભાવનગરમાં જીએસટી કૌભાંડનો આરોપી પકડાયો છે. જીએસટી કૌભાંડના આરોપીને એલસીબીની ટીમે પકડી પાડ્યો છે. પાલીતાણા ટાઉન પોલીસમાં ગુનો નોંધાયો હતો. બોગસ દસ્તાવેજથી જીએસટીનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ફરાર અકબર ચૌહાણને કુંભારવાડામાંથી પકડવામાં આવ્યો હતો. એલસીબીએ આરોપીને ઝડપી બોળતલાવ પોલીસને સોંપ્યો છે.

Gujarat
Beginners guide to 1 2 ભાવનગરમાં જીએસટી કૌભાંડનો આરોપી ઝડપાયો

Bhavnagar News: ભાવનગરમાં જીએસટી કૌભાંડનો આરોપી પકડાયો છે. જીએસટી કૌભાંડના આરોપીને એલસીબીની ટીમે પકડી પાડ્યો છે. પાલીતાણા ટાઉન પોલીસમાં ગુનો નોંધાયો હતો. બોગસ દસ્તાવેજથી જીએસટીનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ફરાર અકબર ચૌહાણને કુંભારવાડામાંથી પકડવામાં આવ્યો હતો. એલસીબીએ આરોપીને ઝડપી બોળતલાવ પોલીસને સોંપ્યો છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં GSTનાં બોગસ બિલિંગમાં સંડોવાયેલ મુખ્ય આરોપી અશરફ પૂંઠાવાલાની પુના પોલીસે મુંબઈના બારમાંથી ધરપકડ કરી છે,આરોપી વર્ષ 2018માં ભાવનગરમાં ઔધોગિક વસાહતમાં ફુલેકુ ફેરવી ફરાર થયો હતો,તો આરોપીએ  ગુજરાત સહિત દેશમાં બોગસ બિલિંગનું કૌભાંડ આચર્યુ છે,આરોપી પકડાયો હોવાથી અનેક ખુલાસાં થઈ શકે છે.

વર્ષ 2018માં GST કૌભાંડમાં ગોટાળ આચરી ફરાર મુખ્ય આરોપી અશરફ પૂંઠાવાલાની પુના પોલીસે ધરપકડ કરતાં,GST બોગસ બિલિંગ કૌભાંડમાં અનેક ખુલાસા થશે,આરોપીએ મહારાષ્ટ્ર તેમજ ગુજરાતમાં મોટા પાયે GSTના કૌભાંડો આચર્યા હતા,બાદમાં તે ફરાર થઈ ગયો હતો,પુના પોલીસને બાતમી મળી હતી કે આરોપી મુંબઈના એક બારમાં આવ્યો છે,અને તે બાતમીના આધારે પોલીસે ત્યાં પહોચી આરોપીને દબોચ્યો છે.વર્ષ 2018 માં અશરફ પૂઠાવાલાએ ભાવનગરની ઔધોગિક વસાહતમાં ફુલેકું ફેરવ્યું હતું.

ભાવનગરમાં બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે. સ્ટેટ GST વિભાગ દ્વારા આ કાર્યવાહીમાં 20 શખ્સો સામે GUJCTOC એક્ટ 2015 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. કૌભાંડમાં કૌભાંડીઓ દ્વારા ગરીબ લોકોના આધારકાર્ડનો ઉપયોગ કરીને પાન અને GST મેળવી કૌભાંડ આચરતા હોવાનો પર્દાફાશ થયો છે.

સ્ટેટ GST વિભાગ દ્વારા આધાર બે મોટા કૌભાંડોનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, કૌભાંડીઓ દ્વારા ગરીબ અને જરુરીયાતમંદ લોકોને નાણાકીય પ્રલોભન આપી પ્રથમ નજીકનાં આધાર કેંદ્રમાં લઈ જવામાં આવતા હતા, આધારકેંન્દ્ર ખાતે તેઓનાં બાયોમેટ્રિકના આધારે આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબર બદલી નાખવામાં આવતા હતા. આવા ચેડાં કરેલ આધારકાર્ડનો ઉપયોગ કરી PAN અને GSTIN મેળવી કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ બાબતની તપાસના પરિણામે સમગ્ર દેશમાં 13345 બોગસ GST નંબરની ઓળખ કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં 4308 જીએસટી નંબર નોંધાયેલ છે તથા 9037 દેશના અન્ય રાજ્યોમાં નોંધાયેલા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદ, તંત્ર એલર્ટ

આ પણ વાંચો:વલસાડમાં પૂરની સ્થિતિ, 1000 લોકોનું સ્થળાંતરણ…શૈક્ષણિક સંસ્થાઓ રહેશે બંધ

આ પણ વાંચો:શિવાલયો મહાદેવના નાદ સાથે ગૂંજી ઉઠશે, ભક્તોમાં દર્શન કરવા જોવા મળી તાલાવેલી

આ પણ વાંચો:પેરિસમાં પેરાલિમ્પિક્સમાં ભાગ લેશે ગુજરાતના આ ખેલાડીઓ