Gandhinagar News: પેરિસમાં ચાલતી ઓલિમ્પિક્સ પૂરી થયા પછી થોડા જ સમયમાં પેરાલિમ્પિક્સ ગેમ્સ પણ શરૂ થશે. પેરિસમાં ચાલતી ઓલિમ્પિક્સમાં અત્યાર સુધી ભારતને 3 બ્રોન્ઝ મેડલ મળ્યા છે. જોકે, હજી અનેક ગેમ્સ બાકી છે, જેમાં ભારતીય ખેલાડીઓ જીતે તેવી આશા છે. આ વચ્ચે જલ્દી જ પેરિસમાં પેરાલિમ્પિક્સ ગેમ્સ પણ શરૂ થશે. ત્યારે પેરિસ 2024 પેરાલમ્પિક ગેમ્સમાં ગુજરાતી ખેલાડીઓ ભાગ લેશે. ગુજરાતના પાંચ દિવ્યાંગ ખેલાડી દેશનું પ્રતિધિત્વ કરશે.
28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી પેરિસમાં જ પેરાલિમ્પિક્સ ગેમ્સ યોજાશે. જેમાં ગુજરાતના પાંચ દિવ્યાંગ ખેલાડીઓ પોતાનું કૌશલ્ય બતાવશે. ગુજરાતમાંથી પેરિસ ઓલિમ્પિક્સમાં જનારામાં ભાવના પટેલ, સોનલ પટેલ, ભાવના ચૌધરી, નિમિષા અને રાકેશ ભટ્ટનો સમાવેશ થાય છે.
ભાવના પટેલ પેરા ટેબલ ટેનિસ સીંગલ વુમન ક્લાસ-૪ માં ભાગ લેશે. તે પેરાલિમ્પિક્સ ગેમ્સ ટોક્યો ૨૦૨૦માં સિલ્વર મેડલ અને એશિયન ગેમના સિલ્વર મેડલ વિજેતા છે. સોનલ પટેલ પેરા ટેબલ ટેનિસ સીંગલ વુમન ક્લાસ ૩માં ભાગ લેશે. ભાવના ચૌધરી – એફ ૪૬ કેટેગરીમાં જેવલીન થ્રોમાં ભાગ લેશે. નિમિષા CSF 46 કેટેગરી લોન્ગ જમ્પમાં હિસ્સો લેશે. રાકેશ ભટ્ટ ટી ૩૭ કેટેગરીનાં 100 મીટરમાં ભાગ લેશે.