Jamnagar News/ પદયાત્રીઓના સેવાર્થે જામનગરમાં યોજાયેલા કેમ્પોની મુલાકાત લેતા કેબિનેટ મંત્રી મુળુ બેરા

પદયાત્રીઓના સેવાર્થે તંત્ર દ્વારા કંપનીઓ, નગરપાલિકાઓ અને લોકોના સહયોગથી પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલુ કરાઈ છે.

Gujarat Others

Jamnagar News : દેવભૂમિ દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં સહભાગી થવા માટે હજારોની સંખ્યામાં પદયાત્રીઓ જઈ રહ્યા છે. ત્યારે તેમના સેવાર્થે સેવાભાવીઓ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના કેબિનેટ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુ બેરાએ વિવિધ કેમ્પોની મુલાકાત લીધી હતી.

મંત્રીએ સ્વામી નારાયણ મંદિર પાસે અગ્રણી વિજયભાઈ નંદાણીયા દ્વારા આયોજિત રાધે ક્રિષ્ના પદયાત્રા સેવા કેમ્પની તથા ન્યારા કંપની દ્વારા આયોજિત પદયાત્રી સેવા કેમ્પની મુલાકાત લીધી હતી. ન્યારા કંપની દ્વારા અંબાજી પગપાળા યાત્રાની જેમ દ્વારકા પગપાળા યાત્રાના માર્ગો પણ પ્લાસ્ટિક મુક્ત બને તે હેતુથી અગ્રણીઓ, વિવિધ કંપનીઓ, નગરપાલિકાઓ, જિલ્લા વહીવટી તંત્ર અને લોકોના સહયોગથી પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

સેવા કેમ્પો બંધ થયે જે કચરો હશે તેનો પણ તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા નિકાલ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પણ વિવિધ જગ્યાએ પ્લાસ્ટિક નો ઉપયોગ ટાળવાના બેનરો લગાવવામાં આવ્યા છે. તેમજ ડિસ્પોઝેબલ વસ્તુઓનો ઉપયોગ ન કરવા જાગૃતતા લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મંત્રી મુળુભાઈ બેરાએ સેવા કેમ્પોની મુલાકાત લઈ આયોજકોની કામગીરી અને મહેનતની પ્રશંસા કરી હતી. તેમજ દ્વારકા પગપાળા યાત્રાને ઝીરો વેસ્ટનો ઉદ્દેશ બનાવવા તેમજ સ્વચ્છતા જાળવવા મંત્રી એ અપીલ કરી હતી. ફૂલડોલ ઉત્સવમાં જઈ રહેલા શ્રદ્ધાળુઓ સાથે વાતચીત કરી મંત્રી એ યાત્રા શાંતિપૂર્વક પૂર્ણ થાય તેમજ સાવચેતી અને સલામતી સાથે ચાલવા પણ જણાવ્યું હતું.

@ સાગર સંઘાણી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PM મોદી વિદ્યાર્થીઓની પરીક્ષાનો સમય સાચવશે, બાદમાં જશે નવસારી

આ પણ વાંચો:નવસારીના બીલીમોરામાં ચૂંટણીના પરીણામ બાદ બબાલ

આ પણ વાંચો:નવસારીમાં ખાળકુવો બનાવતા બે મજૂરો ખાળકુવામાં ફસાયા