Gujarat News: આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે. આજથી એક મહિનો શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગૂંજી ઉઠશે. શિવ ભક્તો ભગવાન શિવની આરાધના કરી આશીર્વાદ મેળવશે.
શિવાલયોમાં ભગવાન શિવની આજે વિશેષ પૂજા થશે. સોમનાથ તેમજ નાગેશ્વર ધામમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટશે. અમદાવાદમાં આવેલ કામેશ્વર મહાદેવમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. કામેશ્વર ભગવાન જળાભિષેક કરવા ભક્તોનો વહેલી સવારથી જ ધસારો જોવા મળી રહ્યો છે. પ્રથમ જ્યોર્તિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તો વિશેષ પૂજા કરી ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરશે. સવારે 4 વાગ્યે મહાદેવના મંદદિરના કપાટ ખુલ્યા છે. મંદિરોમાં લાઈન જોવા મળી રહી છે.
રાજકોટના નગરદેવતા મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. રામનાથ મહાદેવ મંદિરમાં સૌરાષ્ટ્ર આખામાંથી શિવ ભક્તો દર્શનાર્થે આવે છે. મોટી સંખ્યામાં ભક્તો દર્શનનો લ્હાવો લે છે. રામનાથ મહાદેવ મંદિરમાં સ્વયંભૂ શિવલિંગ છે. આ મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે.

સોમનાથ મંદિરે આવતા ભક્તોને મંદિરમાં ભેટ ધરવા, પૂજા નોંધાવવા કે પ્રસાદ મેળવવા માટે રોકડ રકમની જરૂર પણ નહીં પડે. આ માટે ખાસ કૅશલેસ ડિજિટલ કાઉન્ટર બનાવવામાં આવ્યું છે, જ્યાં ભાવિકો ક્યુઆર કોડ અથવા પોતાના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી પણ પેમેન્ટ કરી શકશે. સોમનાથ દાદાને દાનપેટીમાં ભેટ પધરાવવી હશે પણ જો રોકડ નહીં હોય તો આ કૅશલેસ કાઉન્ટર પર પણ જમા કરાવી શકાશે. આમ આ શ્રાવણે ભાવિકોને સોમનાથ મંદિરે નવી વ્યવસ્થા જોવા મળશે.
અમદાવાદનાં મોટેરામાં આવેલ મંદિરમાં વિશેષ પૂજા રાખવામાં આવી છે. પ્રચલિત કોટેશ્વર મહાદેવ મંદિર આજે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્ું છે. 108 બિલીપત્રથી શિવલિંગનો શૃંગાર કરાશે. શિવ ભક્તોની કોટેશ્વર મહાદેવ મંદિર આસ્થાનું કેન્દ્ર છે . વડોદરામાં વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. 130 વર્ષ જૂના કાશીવિશ્વનાથ મંદિરમાં ભક્તો દર્શનાર્થે આવ્યા છે. સયાજીરાવ ગાયકવાડના જમાનાથી બનેલું છે મંદિર. શિવજીના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવી રહ્યા છે.
પાટણના સિદ્ધપુરમાં શ્રાવણ માસને લઇ ભક્તોની ભીડ ઉમટી છે. સરસ્વતી નદી કાંઠે બિરાજમાન મંદિરે ભક્તો ઉમટ્યા. 5 સ્વયંભૂ મહાદેવના મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે.
ગુજરાતી પંચાંગ અનુસાર, 05 ઓગસ્ટ સોમવારે વિક્રમ સંવત 2080ના શ્રાવણ માસના સુદ પક્ષની એકમ તિથિ છે. શ્રાવણ માસની શરૂઆતમાં અમૃતસિદ્ધિ યોગ, પ્રીતિયોગ, સર્વાર્થ સિદ્ધિ યોગનો સંયોગ રચાશે તથા શ્રાવણ માસ દરમ્યાન અન્ય 9 જેટલા યોગ જેવા કે અમૃતસિદ્ધિ યોગ, સ્થિર યોગ રાજયોગ, સિદ્ધિ યોગ વિગેરેનો પણ સંયોગ રચાશે. આ દિવસે ચંદ્ર રાશિ કર્ક છે .સોમવારે રાહુકાળ સવારે 07:25 થી 09:05 સુધી રહેશે.
આ પણ વાંચો:વલસાડમાં પૂરની સ્થિતિ, 1000 લોકોનું સ્થળાંતરણ…શૈક્ષણિક સંસ્થાઓ રહેશે બંધ
આ પણ વાંચો:લાખોની રોકડ બાદ હર્ષદ ભોજકના લોકરમાંથી રૂ.30 લાખનાં સોનાનાં બિસ્કીટ મળ્યા
