Not Set/ સુરત: બસ ડ્રાઈવરે બાળકને કચડયો, લોકોમાં ભારે રોષ

સુરત, રાજ્યમાં અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ જ નથી લઇ રહ્યો. ત્યારે વધુ એક અકસ્માત સુરતના ભટાર વિસ્તારમાં એક બીઆરટીએસ બસે એક બાળકને અડફેટે લીધું હતું, જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બસ ચાલકની બેદરકારી સામે લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. રાહદારીઓ 7 વર્ષના માસૂમ બાળકને લઈ તાત્કાલિક સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડ્યો […]

Top Stories Gujarat Surat Videos

સુરત,

રાજ્યમાં અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ જ નથી લઇ રહ્યો. ત્યારે વધુ એક અકસ્માત સુરતના ભટાર વિસ્તારમાં એક બીઆરટીએસ બસે એક બાળકને અડફેટે લીધું હતું, જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

બસ ચાલકની બેદરકારી સામે લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. રાહદારીઓ 7 વર્ષના માસૂમ બાળકને લઈ તાત્કાલિક સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.

ઘટના સ્થળે હાજર લોકોએ જણાવ્યુ હતું કે, બસ ની અડફેટે આવી મોતને ભેટેલો બાળક અર્પિત ગીરીશભાઈ ભાગવત હોવાનું અને અબા નગર ભટારનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું.

આપને જણાવીએ કે માસૂમ અર્પિત વહેલી સવારે ઊઠ્યા બાદ કોઈ કારણસર શેરીની બહાર નીકડી ગયો હતો. ત્યારે ત્યાંથી પૂરઝડપે આવી રહેલી બીઆરટીએસ બસે અર્પિતને અડફેટે લીધો હતો.

સ્થાનિક લોકો દ્વારા તેને ખાનગી વાહનમાં તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન અર્પિતનું મોત થયું હતું.

ઉલ્લેખીનીય છે કે બસ ચાલક બસ છોડીને નાસી જતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.