Not Set/ કાલુપુર રેલ્વે સ્ટેશન : બાળકીનું અપહરણ કરનાર શખ્સ ઝબ્બે, પોલીસ પુછપરછમાં જણાવી એવી વાત, જાણીને ચોંકી જશો આપ

અમદાવાદનાં કાલુપુર રેલ્વે સ્ટેશન પરથી બાળકીનું આપહરણ થઇ ગયુ છે. ઘટનાની જાણ થતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. જો કે પોલીસે ગણતરીનાં કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી હતી અને બાળકીને પણ માતા-પિતાને સોંપી દીધુ હતુ. નોંધનીય છે કે અપહરણ પાછળ અસલી કારણ શું છે તે હજુ જાણી શકાયુ નથી. બાળકનું અપહરણ કરતી આ સમગ્ર ઘટના […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદનાં કાલુપુર રેલ્વે સ્ટેશન પરથી બાળકીનું આપહરણ થઇ ગયુ છે. ઘટનાની જાણ થતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. જો કે પોલીસે ગણતરીનાં કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી હતી અને બાળકીને પણ માતા-પિતાને સોંપી દીધુ હતુ. નોંધનીય છે કે અપહરણ પાછળ અસલી કારણ શું છે તે હજુ જાણી શકાયુ નથી.

બાળકનું અપહરણ કરતી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. જેમા સ્પષ્ટ દેખાય છે કે એક શખ્સ બાળકીને હાથમાં લઈ જઈ રહ્યો હતો. આ શખ્સનું નામ અશ્વિન છે. અશ્વિન પર આરોપ છે કે તેણે રવિવારે રાત્રે પ્લેટ ફોર્મ નંબર 12 પરથી આ બાળકીનું અપહરણ કરી ટ્રેનમાં બેસી ગયો હતો, ત્યારે પોલીસે મહેસાણા રેલવે સ્ટેશનથી આરોપીને પકડી બાળકને છોડાવી લીધી હતી. પોલીસે જ્યારે આરોપીની પુછપરછ કરી ત્યારે અપહરણ પાછળ કોઈ કારણ જાણી શકાયુ નથી. નાટ્યાસ્પદ વાત કરતા આરોપીનું કહેવુ છે કે બાળકી તેના પુત્રી જેવી લાગતી હતી જેથી તે પોતાની બાળકી હોવાનું સમજીને લઈ ગયો હતો જો કે પોલીસને આ વાત ગળે ઉતરી રહી નથી.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો ફરિયાદી પોતાના પરિવાર સાથે વસલાડ રહે છે અને ગઈ કાલે સવારે પોતાના સંબંધીનાં ઘરે નરોડા આવ્યો હતો. રાત્રે રેલવે સ્ટેશનથી પરત વલસાડ જઈ રહ્યો હતો તે સમયે અન્ય એક અજાણ શખ્સ સાથે દંપતિની સામાન્ય બાબતે બોલાચાલી થઈ રહી હતી અને તે તકનો લાભ લઈ આરોપી અશ્વિન બાળકીને લઈ નિકળી ગયો હતો. જ્યારે ફરિયાદીની બબાલ પુરી થઈ અને જોયુ ત્યારે બાળકી ત્યા હાજર ન હતી જેથી તમામ જગ્યાએ તપાસ કરવામાં આવી પરંતુ બાળકી મળી આવી નહી, જેથી પોલીસે સીસીટીવી ફુટેજનાં આધારે તપાસ કરી અને તમામ રેલવે સ્ટાફને જાણ કરવામાં આવી હતી. આરોપી મુળ બનાસકાંઠાનો હોવાનું સામે આવી રહ્યુ છે ત્યારે તે બનાસકાંઠાની જગ્યાએ મહેસાણા ઉતરી ગયો હતો. જો કે બાળકીને પોલીસે પોતાની સુજ સમજથી છોડાવી લીધી હતી. હાલ તો અસલી કારણ જાણવા આરોપીની રીમાંડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.