Not Set/ રામ જન્મભૂમિ વિવાદ: કેસની તાત્કાલિક સુનવણી કરવા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરાઈ

રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ મામાલે એક હિન્દુ પક્ષકાર ગોપાલ સિંઘ વિશારદે  સુપ્રીમ કોર્ટ પાસેથી માંગ કરી છે કે કેસની ટૂંકમાં સમાધાન કરે. વિશારદની વતી તેમના વકીલ પીએસ નરસિંહે ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની સમક્ષ કહ્યું કે મધ્યસ્થતાના પહેલા રાઉન્ડમાં કોઈ પ્રગતિ બતાવામાં અવી નથી. સુપ્રીમ કોર્ટ આ મામલે સુનવણી માટે લિસ્ટ કરે અને વિવાદનું સમાધાન કરે. […]

Top Stories India

રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ મામાલે એક હિન્દુ પક્ષકાર ગોપાલ સિંઘ વિશારદે  સુપ્રીમ કોર્ટ પાસેથી માંગ કરી છે કે કેસની ટૂંકમાં સમાધાન કરે. વિશારદની વતી તેમના વકીલ પીએસ નરસિંહે ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની સમક્ષ કહ્યું કે મધ્યસ્થતાના પહેલા રાઉન્ડમાં કોઈ પ્રગતિ બતાવામાં અવી નથી. સુપ્રીમ કોર્ટ આ મામલે સુનવણી માટે લિસ્ટ કરે અને વિવાદનું સમાધાન કરે.

જો કે, સીજેઆઈના નેતૃત્વ હેઠળના ત્રણ જજોની બેંચે તે પક્ષકારથી આ માંગના સંબંધમાં અરજી દાખલ કરવા જણાવ્યું હતું.

આપને જણાવી દઈએ કે આ મામલાના સમાધાન માટે તેને સુપ્રિમ કોર્ટના પૂર્વ જજ એફએમાઈ કલિફુલ્લાની અધ્યક્ષતા હેઠળના ત્રણ સભ્યોની મધ્યસ્થ સમિતિને સોંપવામાં આવી હતી. વકીલે જણાવ્યું હતું કે કેસમાં ત્રણ સભ્યોની પેનલને સોંપવામાં આવી છે.આ મામલે વધારે કઈ થઇ શકતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.