Not Set/ ભાવનગર : ગેરકાયદેસર દબાણો પર મનપાનો હથોડો, લારીગલ્લા સહિતનાં દબાણો પર તવાઇ

ભાવનગર મનપા દ્વારા દબાણખોરો પર સખત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અહીનાં મોતીબાગથી જશોનાથ વિસ્તારમાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યુ છે. વારંવરા નડતરરૂપ બની રહેલા લારીગલ્લાને પર પણ મનપાની તવાઇ જોવા મળી છે. આ સમગ્ર દબાણને દૂર કરવા માટે મનપાએ પોલીસની મદદ લીધી હતી. પોલીસબંદોબસ્ત સાથે આ દબાણની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રોડને અડચણરૂપ બની […]

Top Stories Gujarat

ભાવનગર મનપા દ્વારા દબાણખોરો પર સખત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અહીનાં મોતીબાગથી જશોનાથ વિસ્તારમાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યુ છે. વારંવરા નડતરરૂપ બની રહેલા લારીગલ્લાને પર પણ મનપાની તવાઇ જોવા મળી છે.

આ સમગ્ર દબાણને દૂર કરવા માટે મનપાએ પોલીસની મદદ લીધી હતી. પોલીસબંદોબસ્ત સાથે આ દબાણની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રોડને અડચણરૂપ બની રહેલા અંદાજે 20 જેટલા દબાણો દૂર કરી રોડને ખુલ્લો કરાયો છે. રાજ્યભરમાં વ્યાપી ગયેલી દબાણોની સમસ્યા પર તંત્ર હવે લાલ આંખ બતાવતુ જોવા મળી રહ્યુ છે. જો કે દબાણ જ્યારે હટાવવામાં આવે છે તેના બે અથવા ત્રણ દિવસમાં ફરી એ જ જગ્યાએ દબાણ જોવા મળી જતુ  હોય છે ત્યાર જોવાનું રહેશે કે તંત્ર દબાણોને કાયમી હટાવી શકે છે કે નહી.

ઉલ્લેખનીય છે કે, ભાવનગર મનપા દ્વારા દબાણોને દૂર કરવાની કાર્યવાહી પોલીસબંદોબસ્તની હાજરીમાં કરવામાં આવી હતી. આ દબણો દૂર કરાતા રોડ અને રસ્તા ખુલ્લા જોવા મળ્યા હતા. આ પહેલા અમદાવાદ, સુરત અને બરોડામાં દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામા આવી હતી તેવી જ રીતે હવે ભાવનગરમાં આ દબાણો દૂર કરાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.