Porbandar News: પોરબંદર (Porbandar)ના 19 યુવક-યુવતીઓને પટાયા હોટલમાં નોકરી અપાવવાના નામે બે શખ્સોએ સાથે મળી વ્યક્તિ દીઠ ત્રણથી ચાર લાખ રૂપિયા પડાવ્યા બાદ તેઓને નોકરી ન અપાવતા આ યુવક-યુવતીઓ ત્યાં ફસાયા હતા, યુવાનોનાં પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
પોરબંદરના 19 યુવક યુવતીઓ પટાયા ખાતે ફસાયા હતા અને તેઓએ સોશ્યલ મીડિયા (Social Media) મારફત વીડિયો વાયરલ (Video Viral) કરી મદદ માંગી જણાવ્યું હતું કે મૂળ પોરબંદર તથા હાલ સાયપ્રસ રહેતા તેના પરિચિત શખ્સે પટાયા ખાતે હોટલમાં હાઉસ કીપીંગની જોબ હોવાનું અને બે વર્ષના વિઝા સાથે દર મહીને 50 હજાર રૂપિયા પગાર ચૂકવવામાં આવશે તેવું જણાવ્યું હતું અને ગત એપ્રિલ માસમાં તમામ પાસે થી 3 થી 5 લાખની રકમ લઇ 27 એપ્રિલે તેઓને થાઈલેન્ડ મોકલ્યા હતા. ત્યારબાદ દિવસો વીતી ગયા હોવા છતાં તેઓને અહી કોઈ નોકરી આપી ન હતી અને તેઓએ સાથે લાવેલ અહીંની કરન્સી પણ ખર્ચાઈ ગઈ હતી આથી રહેવા તથા જમવાના પણ પૈસા ન હોવાથી ચાર દિવસથી તેઓ રસ્તા પર ભૂખ્યા તરસ્યા વતન વાપસીની રાહ જોઈ રહ્યા હતા અને તેઓને મોકલનાર શખ્સે પાંચ દિવસથી ફોન પણ બંધ કરી દીધો છે તેના વિઝા 25 જૂને પૂર્ણ થઈ રહ્યા છે.
વતન વાપસી માટે પણ તેઓ પાસે પૈસા નથી, અહીં પણ 4 દિવસથી તેઓ ભૂખ્યા તરસ્યા હોવાનો વાયરલ થયેલા વીડિયો અંગે પટાયાના સ્થાનિક ભારતીયોને જાણ થતા તેઓ આ યુવક યુવતીઓની મદદે આવ્યા હતા અને તેઓને રહેવા તથા જમવાની વ્યવસ્થા કરી આપી હતી. આથી યુવાનોના પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. મંતવ્ય ન્યુઝની ટીમે આવા પરિવારોની મુલાકાત લીધી હતી ત્યારે પરિવારજનોએ વહેલી તકે પોતાના સ્વજન પટાયાથી પરત આવે તેવી માગ કરી હતી ત્યારબાદ મંતવ્ય ન્યુઝ દ્વારા ફસાયેલા યુવાનોનો પટાયા ખાતે સંપર્ક કરવામાં આવ્યો હતો.
ત્યારે ફસાયેલા યુવાનોમાંથી મેહુલ સાદિયાએ સાથે મંતવ્ય ન્યુઝ (Manatvya News) સાથે વાતચીતમાં એવું જણાવ્યું હતું કે કે તેના સહિત તમામ લોકો વતન પરત ફરી શકે તે માટે અમદાવાદની ખાનગી સામાજીક સંસ્થા દ્વારા ટિકિટની વ્યવસ્થા કરાઈ છે, હાલ 10 લોકોની ટિકિટ મળી ગઈ છે અને અન્ય લોકોની ટિકિટ પણ પ્રોસેસમાં છે જેની ટિકિટ આવી ગઈ છે તે લોકો આજે રવિવારે બપોરે 12.30 કલાકે પટાયા થી અમદાવાદની ફ્લાઈટમાં રવાના થશે અને રાત્રે 11 વાગ્યે અમદાવાદ પહોંચશે. જ્યાં ખાનગી સંસ્થા દ્વારા તમામની જમવા સહિતની વ્યવસ્થા કરાઈ છે અને ત્યારબાદ ફાઉન્ડેશન દ્વારા જ તેઓને પોરબંદર પરત મોકલવા બસની પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે. આથી સોમવાર સુધીમાં તેઓ પોરબંદર પરત ફરશે, બીજી તરફ યુવાનો સાથે છેતરપિંડી કરનાર સામે કાર્યવાહી થશે કે કેમ તે અંગે માહિતી મેળવવા દ્વારા પોલીસનો સંપર્ક કરાયો હતો.
પોલીસ સૂત્રોએ એવું જણાવ્યું હતું કે અનુસાર ભોગ બનનાર અલગ અલગ પોલીસ મથક વિસ્તારમાં રહેતા હોવાથી તેમના પરિવારજનો એ જે તે પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ અરજી કરી છે ભોગ બનનાર યુવાનો પરત આવ્યા બાદ તેઓને જ ફરિયાદી બનાવી પોલીસ દ્વારા તેઓની સાથે છેતરપિંડી કરનાર સામે ગુન્હો નોંધવામાં આવશે તેવું જણાવ્યું છે.
આ પણ વાંચો:પોરબંદરને આગામી દિવસમાં મળશે વધુ સારી હવાઈ સુવિધા
આ પણ વાંચો:પોરબંદરમાં શિક્ષકે 13 વર્ષીય વિદ્યાર્થીની પર આચર્યું દુષ્કર્મ
આ પણ વાંચો:પોરબંદરમાં હિરલબા જાડેજા સહિત 6 લોકો સામે છેતરપિંડીનો આરોપ
