Patan News: પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સમી-હારીજ હાઇવે પર ગંભીર માર્ગ અકસ્માત (Patan Accident)ની ઘટના સામે આવી છે. વીરા હોટલ સામે ગત 22 સપ્ટેમ્બરે બપોરના સમયે પુરઝડપે અને બેદરકારીપૂર્વક આવતી કારના ચાલકે સામેથી આવી રહેલી મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત (Patan Accident)માં બાઇક ચાલકને શરીર અને કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
Patan Accident: કારની જોરદાર ટક્કરથી બાઇકનું વ્હીલ છૂટું પડી ગયું
મળતી વિગતો મુજબ, 22 સપ્ટેમ્બરે બપોરે આશરે સાડા ત્રણ વાગ્યાના સમયે સમી-હારીજ હાઇવે પર વીરા હોટલ સામે અકસ્માત (Patan Accident) સર્જાયો હતો. સમીના વોરાવસ વિસ્તારમાં રહેતા સલીમભાઈ ઈસ્માઈલભાઈ કાજીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેઓ પોતાની દુકાન બહાર ઊભા હતા.
તે દરમિયાન રાધનપુર તરફથી પુરઝડપે આવતી હુન્ડાઈ i20 કાર અને ગુજરવાડા ચોકડી તરફથી આવતી મોટરસાયકલ વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે મોટરસાયકલનું આગળનું વ્હીલ છૂટું પડી ગયું હતું અને ઘટનાસ્થળેથી દૂર ફંગોળાઈ ગયું હતું. અકસ્મતમાં મોટરસાયકલ ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.
અકસ્માત બાદ કાર ચાલક વાહન મૂકીને ભાગી ગયો
અકસ્મતમાં સામેલ કારનો ચાલક ટક્કર બાદ ઘટનાસ્થળે પોતાની કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. કારનો નંબર GJ-24-BF-1323 હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. જ્યારે અકસ્માતનો ભોગ બનેલી મોટરસાયકલનો નંબર GJ-24-AG-9115 હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક લોકો દ્વારા ઈજાગ્રસ્ત બાઇક ચાલકની ઓળખ કરવામાં આવતા તેઓ ફરિયાદીના કુટુંબીભાઈ કાજી મહંમદ હનીફ હીમુભાઈ હોવાનું જાણવા મળ્યું હતું.
ગંભીર ઇજાઓ બાદ સારવાર માટે ખસેડાયા
અકસ્માત (Patan Accident)માં મહંમદ હનીફભાઈને શરીર તથા કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક ખાનગી વાહન મારફતે સમી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સમી ખાતે પ્રાથમિક સારવાર બાદ તેમની સ્થિતિ વધુ સારવારની જરૂરિયાત દર્શાવતી હોવાથી 108 એમ્બ્યુલન્સ મારફતે પાટણની જનતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તબિયત વધુ ગંભીર જણાતા તેમને મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.
જોકે, મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. તબીબી સૂચના બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
અંતિમવિધિ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ
અકસ્મિક મોતને કારણે પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. મૃતકની અંતિમવિધિ અને ધાર્મિક ક્રિયાકર્મની કામગીરીમાં પરિવાર વ્યસ્ત હોવાથી અકસ્માત (Patan Accident)ના દિવસે પોલીસ ફરિયાદ નોંધાવી શકાઈ નહોતી. ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ 25 સપ્ટેમ્બરના રોજ ફરિયાદી સમી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સમગ્ર બનાવ અંગે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો
ફરિયાદના આધારે સમી પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે BNSS તથા મોટર વાહન અધિનિયમની વિવિધ જોગવાઈઓ હેઠળ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. હાલ અકસ્માત કેવી રીતે અને કઈ પરિસ્થિતિમાં સર્જાયો હતો, કાર ચાલકની ઓળખ તથા ફરાર થયા બાદ તેની શોધ સહિતની બાબતો અંગે પોલીસ તપાસ કરી રહી છે. સમી-હારીજ હાઇવે પર બનેલી આ ઘટનાએ મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાવી છે.
આ પણ વાંચો: પાટણ સિદ્ધપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત : કારની ટક્કરે યુવકનું મોત
આ પણ વાંચો: પાટણના હારીજમાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં કારચાલકનું મોત
આ પણ વાંચો: પાટણ રાધનપુર કંડલા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 3થી વધુ લોકોના મોત, 10થી વધુ ઇજાગ્રસ્ત
