Mathura News/ વૃંદાવનમાં પ્રેમાનંદજીના શિષ્યનો આપઘાત, ગુપ્તાંગ કાપી 4થા માળેથી પડતુ મુક્યુ

વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના 25 વર્ષના શિષ્યએ આપઘાત (Suicide)કરી લેતા ચકચાર મચી છે

Top Stories India
વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના 25 વર્ષના શિષ્યએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે

Mathura News : વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના 25 વર્ષના શિષ્ય (Premanand Disciple)એ આપઘાત (Suicide)કરી લેતા ચકચાર મચી છે. રસિક દુલારી શરણ નામના શિષ્યએ ગુરુ કૃપા કુંજ બિલ્ડિંગના ચોથા માળેથી પડતુ મુકતા તેમનું મોત થયું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઘટના બાદ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, શુક્રવારે સવારે આશરે 11 વાગ્યે રસિક દુલારી બિલ્ડિંગના ઉપરના માળે ગયા હતા. થોડા સમય બાદ તેઓ નીચે પડેલી હાલતમાં મળી આવ્યા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યા હતા.

રૂમમાંથી મળી શંકાસ્પદ વસ્તુઓ

આ ઘટના (Vrindavan Incident) બાદ પોલીસે ગુરુ કૃપા કુંજ સ્થિત રસિકના રૂમની તપાસ કરી હતી. અહીંથી કેટલીક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, રૂમમાંથી એક ગ્રાઇન્ડર પણ મળ્યું છે, જેના પર લોહીના નિશાન હોવાનું જાણવા મળ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં રસિકના શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે.

નજરે જોનારાઓનું કહેવું છે કે તેમના ગુપ્તાંગમાંથી લોહી વહી રબ્યું હતું  તેમના રૂમમાંથી એક ગ્રાઇન્ડર મળી આવ્યું હતું, જેના પર લોહીના નિશાન હોવાનું પોલીસનું કહેવું છે. ઘટનાના એક દિવસ પહેલાં પણ રસિકને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ સાથી શિષ્યો તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસ ફોરેન્સિક પુરાવા, CCTV ફૂટેજ અને અન્ય વિગતોના આધારે તપાસ કરી રહી છે.

પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થળ પર ફોરેન્સિક ટીમને પણ બોલાવી હતી. ટીમે ઘટનાસ્થળેથી મળેલી વિવિધ વસ્તુઓના નમૂના એકત્ર કરી તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, રસિકના મોત પાછળનું ચોક્કસ કારણ હાલ સ્પષ્ટ થયું નથી અને તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

ઘટનાસ્થળનું CCTV ફૂટેજ પણ પોલીસને મળ્યું છે. ફૂટેજમાં રસિક દુલારી શરણ (Rasik Dulari Sharan) બિલ્ડિંગ પરથી નીચે પડતા જોવા મળ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. હવે CCTV ફૂટેજ, ફોરેન્સિક રિપોર્ટ અને અન્ય પુરાવાઓના આધારે ઘટનાની સમગ્ર કડી જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

બે વર્ષ પહેલાં લીધી હતી દીક્ષા

રસિક દુલારી શરણ (Rasik Dulari Sharan) મૂળ મધ્ય પ્રદેશના જબલપુરના રહેવાસી હતા. પરિવારના જણાવ્યા અનુસાર, આશરે બે વર્ષ પહેલાં તેઓ વૃંદાવન આવ્યા હતા અને પ્રેમાનંદ મહારાજ (Premanand Maharaj) પાસેથી દીક્ષા લીધી હતી. દીક્ષા બાદ તેમનું નામ દીપક લોધીમાંથી બદલીને રસિક દુલારી શરણ કરવામાં આવ્યું હતું.

રસિક આશ્રમમાં લાઇટ સંબંધિત કામગીરી સાથે જોડાયેલા હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે. આશરે ત્રણ મહિના પહેલાં તેમને ગુરુ કૃપા કુંજ (Guru Kripa Kunj) બિલ્ડિંગના ચોથા માળે રહેવા માટે રૂમ આપવામાં આવ્યો હતો.

પરિવારના જણાવ્યા મુજબ, રસિક અગાઉ નર્મદા પરિક્રમા પણ કરી ચૂક્યા હતા. તેઓ આશ્રમની વ્યવસ્થામાં સેવા આપતા હતા.

પરિવારના સવાલો વચ્ચે પોલીસ તપાસ

રસિકના મોત બાદ પરિવારજનો મથુરા પહોંચ્યા હતા. તેમની માતા અને બહેને મૃતદેહ જોઈને આક્રંદ કર્યો હતો. પરિવારનું કહેવું છે કે દીક્ષા લીધા બાદથી તેમને રસિક સાથે સરળતાથી મુલાકાત કરવાની તક મળતી નહોતી.

રસિકના બનેવી સોનુ પટેલે જણાવ્યું કે પરિવાર અગાઉ પણ વૃંદાવન આવ્યો હતો, પરંતુ રસિક સાથે મુલાકાત થઈ નહોતી. જોકે, રસિકનું મોત અકસ્માત છે કે અન્ય કોઈ કારણસર થયું છે તે અંગે પરિવાર તરફથી કોઈ ચોક્કસ નિષ્કર્ષ આપવામાં આવ્યો નથી.

પોલીસે પરિવારની ફરિયાદ અને તેમના દ્વારા કરવામાં આવેલા દાવાઓની તપાસ શરૂ કરી છે. વૃંદાવન પોલીસ (Vrindavan Police) હવે ઘટનાથી પહેલાં રસિક કોના સંપર્કમાં હતા, મોબાઇલ પર કોની સાથે વાતચીત થઈ હતી અને તેમના રૂમમાંથી મળેલી વસ્તુઓનો ઘટનાથી શું સંબંધ છે તે સહિતના મુદ્દાઓ તપાસી રહી છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મોબાઇલ ડેટા, CCTV ફૂટેજ, ફોરેન્સિક રિપોર્ટ અને પોસ્ટમોર્ટમના તારણોને આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલ ઘટનાનું ચોક્કસ કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.


આ પણ વાંચો: રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં 6 દિવસમાં 2 વિદ્યાર્થીના આપઘાત: પોલીસની પ્રાથમિક તપાસમાં બંને કેસ અલગ

આ પણ વાંચો: અમરેલીમાં દીકરીની હત્યા બાદ પિતાનો આપઘાત, 7.25 લાખના નાણાં મામલે મિત્ર સામે ફરિયાદ

આ પણ વાંચો: દોઢ મહિનામાં 2 ડોક્ટરના આપઘાતથી Surat Civilમાં ચકચાર