Amreli Savarkundla Father Daughter Suicide Case: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામે 16 સપ્ટેમ્બર 2026ના રોજ બનેલી દીકરીની હત્યા અને પિતાના આપઘાતની ઘટનામાં હવે નવો વળાંક આવ્યો છે.
42 વર્ષીય કિશોર ધાનકે પોતાની પાંચ વર્ષની દીકરીની હત્યા કર્યા બાદ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાસ્થળેથી મળેલી સુસાઈડ નોટના આધારે મૃતકની પત્નીએ મહુવામાં રહેતા પતિના મિત્ર સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં નાણાં પરત ન આપવાથી કિશોર ધાનક આર્થિક સંકટમાં મુકાયા હોવાનો અને તેમને આપઘાત માટે મજબૂર કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
5 વર્ષની દીકરીની હત્યા બાદ પિતાએ પણ આપઘાત કર્યો
Amreli પોલીસ તપાસ મુજબ કિશોર ધાનકે પહેલા પોતાની પાંચ વર્ષની દીકરીની હત્યા કરી હતી. ત્યારબાદ બાળકીના મૃતદેહને ઘરના ફ્રિજમાં રાખ્યો હતો.
બાદમાં કિશોરે પણ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાસ્થળેથી પોલીસને ત્રણ સુસાઈડ નોટ મળી હતી.
આ નોટમાં મહુવા ખાતે બાંધકામના કામમાં નાણાં ફસાયા હોવાનો ઉલ્લેખ હોવાનું સામે આવ્યું છે.

પગારની બચત અને લોનમાંથી નાણાં રોક્યા હોવાનો દાવો
મૃતકની પત્ની મંજુલાબહેન ધાનકે સાવરકુંડલા(Amreli) રૂરલ પોલીસ મથકમાં કરેલી ફરિયાદ મુજબ, કિશોરના મહુવામાં રહેતા મિત્રએ તેને પોતાની બાંધકામની સાઇટ પર નોકરીએ રાખ્યો હતો.
ત્યારબાદ વિશ્વાસમાં લઈને બાંધકામના કામમાં નાણાં રોકવા માટે કિશોર પાસેથી પૈસા લેવામાં આવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
ફરિયાદ મુજબ, પગારની બચત, પર્સનલ લોન અને સોનાની બુટ્ટી ગીરવે મૂકીને કુલ 7.25 લાખ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હતા.
આ રકમમાંથી 2.25 લાખ રૂપિયા બાંધકામની સાઇટમાં રોકાણ કરાવ્યા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
નાણાં પરત માંગવા છતાં મળ્યા નહીં હોવાનો આક્ષેપ
ફરિયાદ મુજબ કિશોર ધાનક(Amreli) અવારનવાર પોતાના નાણાં પરત માંગતા હતા, પરંતુ રકમ પરત આપવામાં આવતી નહોતી.
નાણાં ફસાઈ જતાં તેઓ ભારે આર્થિક મુશ્કેલીમાં મુકાયા હોવાનો પરિવારનો આક્ષેપ છે.
BNS કલમ 108 હેઠળ ફરિયાદ, પોલીસ તપાસ શરૂ
આ મામલે સાવરકુંડલા(Amreli) રૂરલ પોલીસે આપઘાત માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી છે. ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 108 હેઠળ ગુનો નોંધાયા બાદ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
હવે પોલીસ સુસાઈડ નોટ, નાણાકીય વ્યવહારો અને ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની તપાસ કરી રહી છે.
આ પણ વાંચોઃઅમરેલીમાં સગીરાને ધમકી આપી દુષ્કર્મનો આરોપ, અંગત ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી
આ પણ વાંચોઃલાઠીમાં સગો બાપ બન્યો હત્યારો, દીકરીને કૂવામાં નાંખી કરી હત્યા
આ પણ વાંચોઃઅમરેલી કોંગ્રેસ પ્રમુખ સામે ગુનો, પરેશ ધાનાણીના કૌટુંબિક ભાઈએ યુવકને કીટલીથી 5 ઘા માર્યા
