- યુ.એન.મહેતાના RMOની ધરપકડ
- હોસ્પિટલને બદનાલ કરવાનો આરોપ
- સાયબર ક્રાઇમે કરી ધરપકડ
અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી યુ.એન.મહેતા હોસ્પિટલમાં રેસીડેન્ટ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડોક્ટર કૌશિક બારોટની અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. કૌશિક બારોટ સામે આરોપ છે કે તેઓ અલગ-અલગ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવીને હોસ્પિટલ અને અન્ય લોકોની બદનામી કરતા હતા.ઘણા સમયથી સોશિયલ મીડિયામાં આ પ્રકારે પોસ્ટ કરતા હોવાથી હોસ્પિટલના ડાયરેક્ટર આર કે પટેલ આ અંગેની જાણ અમદાવાદ સાયબર ક્રાઇમને કરતાં ક્રાઈમ બ્રાંચે ડૉકટર કૌશિક બરોટની ધરપકડ કરી છે.
અમદાવાદ સાઇબર ક્રાઇમના DCP અમિત વસાવાએ જણાવું હતું કે ડોકટર કૌશિક બારોટે યુ એન મહેતા હોસ્પિટલમાં રેસીડ તરીકે ફરજ બજાવે છે. તેઓ ઘણા સમયથી યુ એન મેહતા હોસ્પિટલ વિશે ખરાબ લખાણ લખતા હતા તેમજ અહીંયા ટ્રીટમેન્ટ કરવી સારી નથી તેવું લખતા હતાં. તેમની ધરપકડ બાદ માલુમ પડ્યું કે તેઓ બીજાના નામે સીમકાર્ડ રાખતા હતાં.
DCP અમિત વસાવાએ જણાવ્યું હતું કે, તે ઉપરાંત તેઓ મોબાઈલમાં એવી એપ્લિકેશન રાખતા હતા કે જેમાં સામે વાળા વ્યક્તિને ફોન કરો તો મોબાઈલ નંબર ન દેખાય અને પોતાની જગ્યાએ યુવતીનો આવાજ જાય જેનાથી કોઈની બદનામી થઈ શકે. આ બાબત અમારી સામે આવી છે અને હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવમાં આવી છે.
