Not Set/ ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલિમ જ ડિઝાસ્ટર, યુવતીને ટ્રેનરે ધક્કો મારતા મોત

કોયંબટૂર તમિળનાડુના કોયંબટૂરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ દરમિયાન ટ્રેનરની બેદરકારીને લીધે તાલીમ લેનાર એક 19 વર્ષની છોકરીનું મોત થઇ ગયું હતું. માહિતી અનુસાર ટ્રેનરએ છોકરીને બીજા માળેથી ધકેલી દીધી અને તે નીચે પડી ગયા બાદ છોકરીનું મૃત્યુ થયું. આ ઘૃણાજનક ઇવેન્ટનો એક વિડિયો પણ સામે આવ્યો છે.પોલીસે આરોપી ટ્રેનર અરુમુગમનિ ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે ઘટના ગુરુવારની છે […]

Top Stories India

કોયંબટૂર

તમિળનાડુના કોયંબટૂરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ દરમિયાન ટ્રેનરની બેદરકારીને લીધે તાલીમ લેનાર એક 19 વર્ષની છોકરીનું મોત થઇ ગયું હતું. માહિતી અનુસાર ટ્રેનરએ છોકરીને બીજા માળેથી ધકેલી દીધી અને તે નીચે પડી ગયા બાદ છોકરીનું મૃત્યુ થયું. આ ઘૃણાજનક ઇવેન્ટનો એક વિડિયો પણ સામે આવ્યો છે.પોલીસે આરોપી ટ્રેનર અરુમુગમનિ ધરપકડ કરી છે.

પોલીસે જણાવ્યું હતું કે ઘટના ગુરુવારની છે અને કોયંબટૂર સ્થિત એક ખાનગી કોલેજમાં આ ઘટના બની છે. આ બનાવમાં  19 વર્ષીય લોગેશ્વરી કોયંબટૂરની બહારના વિસ્તારમાં આવેલ નાગમ્મલ કોલેજ ઓફ આર્ટસ અને સાયન્સમાંથી બીબીએનો કોર્સ કરી રહી હતી.

કોયંબટૂરના અલંદ્રુરઈ ગામની રહેવાસી લોગેશ્વરીના મોત પછી હવે પોલીસ કોલેજના સત્તાવાળાઓ અને પ્રિન્સિપાલની પૂછપરછ કરી રહી છે પોલીસે જણાવ્યું કે, ઘટના સમયે કોલેજના આશરે 20 ના વિદ્યાર્થીઓને આપત્તિ સંચાલનની તાલીમ આપવામાં આવી હતી.આ મોત પાછળ પોલિસ ટ્રેનરની ભુમિકાને પણ શંકાસ્પદ રીતે જોઇ રહી છે.

આ બનાવના વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે વિદ્યાર્થીઓ અને ટ્રેનર કોલેજ બિલ્ડીંગના બીજા માળની અટારીમાં ઉભા છે. ટ્રેનરએ દોરડું પકડી રાખ્યું છે અને વિદ્યાર્થીને કૂદકો મારવા માટે કહી રહ્યો છે.પરંતુ વિદ્યાર્થી કૂદવાનું અચકાતી હતી.એવું જોવા મળી રહ્યું છે કે લોગેશ્વરી ગભરાયેલી હતી અને ગેલેરી પર બેસી હતી. ઘણા વિદ્યાર્થીઓ લોગેશ્વરીની સલામતી માટે હાથ પકડી રહ્યા હતા અને વચ્ચે વચ્ચે ટ્રેનર લોગેશ્વરીને વારંવાર કૂદવાનું સૂચન કરે છે.બીજા વિદ્યાર્થીઓ નીચે એક નેટ પકડીને પણ ઉભા છે,જેથી ઉપરથી પડનારને વાગે નહીં.જો કે નીચે નેટ હોવા છતાં લોગેશ્વરી ગભરાતી જોવા મળે છે અને જ્યારે તે કૂદવાની ના પહે છે ત્યારે  ટ્રેનર તેને પકડીને  ધક્કો મારે છે.

ટ્રેનરના ધક્કો માર્યા પછી લોગેશ્વરી સીધી નેટમાં પડવાને બદલે પ્રથમ માળના છત પર અથડાઈને જમીન પર પટકાય છે.આટલે ઉંચેથી પટકાતા લોગેશ્વરી મરણને શરણ થાય છે.

પોલીસે જણાવ્યું હતું કે આઇપીસીની કલમ 304 (2) હેઠળ આરોપી ટ્રેનર અરુમુગમનિ વિરુદ્ધ સદોષ માનવ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.