ગુજરાતભરની આ પેટા ચૂંટણીમાં જે બેઠક પર નજર ગળાયેલી જોવામાં આવી રહી છે. અને પેટા ચૂંટણી ખરાખરીને ખેલ કે, આખરી અસ્તિત્વની જંગ તરીકે જ્યાં જોવામાં આવી રહી છે. અને જ્યાં કોંગ્રેસ – ભાજપની સાથે સાથે શંકરસિંહનાં નેતૃત્વમાં NCPએ પણ જંગમાં ઝુકાવી રોમાંચમાં વધારો કર્યો છે, તેવી રાધનપુર વિધાનસભામાં ભાજપ દ્વારા ચૌધરી સમાજનું સંમેલન યોજાયું હતું.
મહત્વની વાતએ છે કે, સંમેલનમાં અલ્પેશ ઠાકોરના સમર્થનમાં ભાજપનાં શંકર ચૌધરી, કે.સી.પટેલ સહિત આગેવાનો હાજર રહ્યા હતા. ચૌધરી સમાજનાં મોટી સંખ્યામાં લોકો સંમેલનમાં હાજર રહ્યા હતા અને અલ્પેશ ઠાકોરને સમર્થન આપે તેઓ હુંકાર કરવામાં આવ્યો.
તમામ વહેતી વાતો વચ્ચે ભાજપનાં ઉમેદવાર અલ્પેશ ઠાકોરનાં સમર્થનમાં ભાજપનાં શંકર ચૌધરી, કે.સી.પટેલ સહિત આગેવાનો હાજર રહીએ ફરી સાબિત કર્યું છે કે, આ તો રાજકારણ છે અને આમા જો હોતા હે વો દિખતા નહીં અને જો દિખતા હે વો કદાચ હોતા નહીં. રાધનપુરમાં રાજકારણનાં બદલાતા રંગો જોવામાં આવ્યા છે.
આપને જણાવી દઇએ કે પૂર્વે આવી વાતો જોરશોરથી ચાલી રહી હતી કે, ટિકીટ ન આપવામાં આવતા ભાજપનાં દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરી નારાજ ચાલી રહ્યા છે અને તેની નારાજગી ભાજપ માટે કપરા ચઢાણ ચડવામાં વધુ મુશ્કેલી ઉભી કરી શકે છે.
આજે શંકર ચૌઘરી સહિતના આ વિસ્તારનાં ભાજપનાં જૂના જોગીઓ અને આગેવાનોની ભાજપનાં સંંમેલનમાં હાજરીએ ફરી સાબિતી આપી છે કે, શંકર ચૌધરી સહિતનાં આગેવાનો ભાજના શિસ્તબધ સૈનીક છે અને ભાજપમાં એક સાથે જ છે.
