Ahmedabad News/ અમદાવાદ સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસમાં DEOની કડક કાર્યવાહી

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આ ઘટના સ્કૂલના પરિસરમાં જ બની હતી, જેના કારણે સ્કૂલની સુરક્ષા વ્યવસ્થા અને વહીવટી નિષ્ફળતા પર ગંભીર સવાલો ઉભા થયા છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: મણિનગર-ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલ (Seventh Day School) માં 19 ઓગસ્ટ, 2025ના રોજ ધોરણ 10ના વિદ્યાર્થી (Student) નયન સંતાણીની હત્યાની ઘટનાએ રાજ્યભરમાં ચકચાર મચાવી છે. આ ઘટના બાદ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા સ્કૂલની માન્યતા (NOC) રદ કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. DEOએ સ્કૂલને નોટિસ ફટકારી, ત્રણ દિવસમાં હત્યાના મામલે અને અન્ય ગેરરીતિઓ અંગે સ્પષ્ટતા રજૂ કરવા આદેશ આપ્યો છે. જો સ્કૂલ આ સમયગાળામાં સંતોષકારક જવાબ નહીં આપે, તો તેની NOC રદ કરવામાં આવશે.

19 ઓગસ્ટના રોજ સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થી નયન સંતાણીની હત્યાની ઘટના બની હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આ ઘટના સ્કૂલના પરિસરમાં જ બની હતી, જેના કારણે સ્કૂલની સુરક્ષા વ્યવસ્થા અને વહીવટી નિષ્ફળતા પર ગંભીર સવાલો ઉભા થયા છે.

જિલ્લા શિક્ષણાધિકારીએ આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવીને સ્કૂલને નોટિસ જારી કરી છે. આ નોટિસમાં સ્કૂલને પૂછવામાં આવ્યું છે કે, શા માટે તેની માન્યતા (NOC) રદ ન કરવી જોઈએ. DEOએ સ્કૂલને ત્રણ દિવસનો સમય આપ્યો છે, જેમાં તેઓએ હત્યાની ઘટના, સુરક્ષા નિષ્ફળતા અને અન્ય વહીવટી ગેરરીતિઓ અંગે સ્પષ્ટ જવાબ રજૂ કરવાનો રહેશે. જો સ્કૂલ આ સમયમર્યાદામાં જવાબ નહીં આપે, તો DEO દ્વારા NOC રદ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

આ પહેલા પણ DEO દ્વારા સેવન્થ ડે સ્કૂલને વિવિધ બાબતોને લઈને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ સ્કૂલ વહીવટે આ નોટિસોનો સંતોષકારક જવાબ આપ્યો ન હતો. આ વખતે પણ, હત્યાની ઘટના બાદ જારી કરવામાં આવેલી નોટિસનો જવાબ સ્કૂલ તરફથી હજુ સુધી રજૂ કરવામાં આવ્યો નથી, જેના કારણે DEOએ કડક વલણ અપનાવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ સેવન્થ ડે સ્કૂલ હત્યાકાંડ: શાળાની બેદરકારી ખુલી, ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી તપાસ

આ પણ વાંચો:ખોખરા સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસમાં શાળાની બેદરકારી સામે ફરિયાદની તૈયારી, ક્રાઈમ બ્રાન્ચની તપાસ તેજ

આ પણ વાંચો:અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને વિદ્યાર્થીની હત્યા કેસમાં કારણદર્શક નોટિસ, ત્રણ દિવસમાં જવાબ માંગ્યો