Ahmedabad News/ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને વિદ્યાર્થીની હત્યા કેસમાં કારણદર્શક નોટિસ, ત્રણ દિવસમાં જવાબ માંગ્યો

શાળા વહીવટીતંત્રે સુરક્ષા અને દેખરેખમાં ગંભીર ભૂલો કરી હોવાનો આરોપ

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદ સ્થિત સેવન્થ ડે સ્કૂલનાં થયેલી વિદ્યાર્થીની હત્યાનો મામલો ગરમાયો છે. એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીની ચકચારભરી ઘટનાની ગંભીરતાને લઈને  શાળા પ્રશાસનને  જિલ્લા શિક્ષણ અધિકારીએ કારણદર્શક નોટિસ ફટકારી છે. જેમાં શાળાને ત્રણ દિવસમાં જવાબ આપવા માટે જણાવવામાં આવ્યું છે કે તેની માન્યતા અને NOC કેમ રદ ન કરવી જોઈએ.

જિલ્લા શિક્ષણ અધિકારીએ અગાઉ પણ શાળાને નોટિસ મોકલી હતી.જેમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે જ્યારે વિદ્યાર્થી પર હુમલો થયો હતો, ત્યારે શાળા પ્રશાસન અને સ્ટાફે તેને તાત્કાલિક મદદ કેમ ન કરી. આ ઉપરાંત, આ ગંભીર ઘટનાની માહિતી શિક્ષણ વિભાગને સમયસર કેમ ન આપવામાં આવી.. એમ પણ પુછવામાં આવ્યું હતું. જોકે શાળાએ અત્યાર સુધી નોટિસનો કોઈ જવાબ આપ્યો નથી.

દરમિયાન બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શાળાના આચાર્ય, સુરક્ષા ગાર્ડ અને વહીવટી સ્ટાફ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 211 (b) અને 239 હેઠળ કેસ નોંધ્યો છે.  જેમાં શાળા વહીવટીતંત્રે સુરક્ષા અને દેખરેખમાં ગંભીર ભૂલો કરી હોવાનો આરોપ છે.  જેના કારણે આ દુ:ખદ ઘટના બની હતી.

જિલ્લા શિક્ષણ અધિકારીએ તેમની તાજેતરની નોટિસમાં સ્પષ્ટ કર્યું છે કે જો શાળા ત્રણ દિવસમાં યોગ્ય જવાબ નહીં આપે તો એવું માનવામાં આવશે કે શાળા આ મામલે કંઈ કહેવા માંગતી નથી. આવી સ્થિતિમાં, વિભાગ એકપક્ષીય કાર્યવાહી કરી શકે છે અને શાળાની માન્યતા અને અન્ય પરવાનગીઓ રદ કરી શકે છે.

આ ઘટના માત્ર અમદાવાદ જ નહીં પરંતુ સમગ્ર રાજ્યની શાળાઓની શિક્ષણ વ્યવસ્થા અને સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઉભા કરી રહી છે. હવે બધાની નજર શાળા પ્રશાસનના પ્રતિભાવ અને જિલ્લા શિક્ષણ વિભાગના આગળના પગલા પર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલના વિદ્યાર્થીની હત્યાની તપાસ સંભાળી, બેની ધરપકડ

આ પણ વાંચો:નયનના પેટમાં છરો નહીં, ફિઝિક્સનું સાધન મરાયું હતું, પ્રત્યક્ષદર્શીનો દાવો

આ પણ વાંચો:ગાંધીનગર : પરિવારની સંમતિ વગર થતા લગ્નો બાબતે રજૂઆત