Bharuch News : ભરૂચના અંકલેશ્વરમાં કામદારો ચીમની પર ફસાતા ગભરાટનું વાતાવરણ છવાઈ ગયું હતું. અંકલેશ્વરના પાનોલી GIDCમાં કામદારો ચીમની પર ફાલાવાની ઘટના બની હતી. જેમાં ગુજરાત કેમિકલ કંપની નજીક નવનિર્મિત કંપનીની ચીમનીના બાંધકામ દરમિયાન આ બનાવ બન્યો હતો. ચીમનીના બાંધકામ સમયે સ્ટ્કચર તૂટી પડ્યું હતું. સ્ટીમ હાઉસ કંપનીની ચામની પર બાંધકામ વખતે આ સ્ટરકચર નીચે પડ્યું હતું.આમ સ્ટ્કચર પડતા કામદારો ફસાઈ ગયા હતા.
જેને પગલે કામદારો ચીમની પર ફસાઈ ગયા હતા. આમ કામદારો 120 ફૂટની ઉંચાઈએ ચીમની પર ફસાઈ ગયા હતા. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેને કારણે તાત્કાલિક પાનોલી ફાયર કર્મચારીઓની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. બાદમાં ફાયર કર્મચારીઓએ ખાનગી કંપનીની ક્રેનની મદદથી કામદારોને નીચે ઉતાર્યા હતા. ચીમની પરથી ચાર કામદારોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આ કામદારો અંદાજે 30 મીટર ઉંચાઈએ ફસાયા હતા.

આ પણ વાંચોઃ મહેસાણામાં રશિયન કંપનીની દોઢ કરોડની છેતરપિંડી
આ પણ વાંચોઃ મહેસાણાના વેપારી સાથે પંજાબના વેપારીએ કરી રૂ. 50 લાખની છેતરપિંડી
આ પણ વાંચોઃ સીબીઆઈના ઓફિસરના સ્વાંગમાં આઈબીઆઈમાં વેરીફિકેશનને બહાને યુવક સાથે 79.34 લાખની છેતરપિંડી
