ગુજરાત સરકાર દ્વારા હમેંશા સબ સલામત અને સર્વત્ર વિકાસનાં દાવા કરવામાં આવતા હોય છે. અને આ વાત બિલકુલ ખોટી હોય તેવું પણ નથી. જી હા આ મામલે સારકાર દ્વારા આપવામા આવતા આંકડા પુરાવો પણ છે તેવું કહી શકાય છે. ગુજરાતમાં બીજો વિકાસ કેટલો થયો તે તો સરકાર દર્શાવતી જ રહે છે પરંતુ આજે વાત છે સસ્તા અનાજનાં સગેવગે કરવાનાં મામલાની અને તેમા પણ વિકાસ બખુુબી જોવામા આવી રહ્યો છે.

સરકાર દ્વારા ગુજરાતમાં રાસનની દુકાનો મામલે આંકડા જાહેર કરવામા આવ્યા, આંકડા જોવામાં આવે તો, ગુજરાતમાં અનાજ અને કેરોસીનનાં કાળા બજારીયાઓ ઘટવાને બદલે વધી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં તેમાં મોટો વધારો જોવા મળ્યો છે. છેલ્લા બે વર્ષમાં સરકારે સત્તર હજારથી વધારે દરોડા પાડીને સાડા ચાર કરોડથી વધારે રૂપિયાનો ગેરકાયદેસર પુરવઠો જપ્ત કર્યો છે. સાથે સવા બે કરોડ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

દરોડા દરમિયાન સુરેન્દ્રનગ, ભરૂચ, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લાઓમાં કાળાબજારીનું એપી સેન્ટર હોવાનું સામે આવ્યું છે. જ્યાં સૌથી વધારે અનાજની કાળાબજારી થાય છે. સરકારે દ્વારા છેલ્લા બે વર્ષમાં 374 સસ્તા અનાજની દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 29 દુકાનોના પરવાના મોકૂફ કરાયા હતા અને 15 દુકાનોના પરવાના રદ કરવામાં આવ્યા હોવાનું સરકારે વિધાનસભામાં ચર્ચા દરમિયાન જણાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
