હાલ માં જ અમરેલી જીલ્લા ના બગસરા ખાતે એક દીપડાને ઠાર મારવામાં આવ્યો હતો જયારે અન્ય દીપડી પાંજરે પૂરી હતી. માનવભક્ષી બનેલા આ દીપડા એમરેલી પંથકમાં કાળો કેર વર્તાવ્યો હતો. હજુ તો માંડ જનતાએ રાહત નો શ્વાસ લીધો હતો તેવામાં વળી પાછો હવે સિંહ માનવભક્ષી બન્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર અમરેલીના ધારીમાં દલખાનિયા રેન્જમાં સિંહએ એક ખેતમજૂરને ફાડી ખાધો છે. આ ખેત મજુર યુવક વાડીમાં ઠંડીથી બચવા માટે કાળા રંગનો ધાબળો ઓઢીને બેઠો હતો તે દરમિયાન સિંહ તેને ઢસડીને લઈ ગયો હતો અને ફાડી ખાધો હતો. આ મામલાની જાણ થતાની સાથે જ પોલીસ અને વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તપાસ દરમિયાન ખેત મજૂર ડાભાળી જીરા ગામનો હોવાનું જાણવા મળ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
