ડાંગ,
ડાંગમાં સીએમ વિજય રૂપાણીએ પ્રોજેકટ સ્થગિત હોવાનું જણાવ્યું હતુ. આ મામલે સીએમએ જણાવ્યુ સુરત નાસિક વચ્ચેનો ભારતમાલા પ્રોજેકટ હાલ પૂરતો સ્થગિત કરાયો છે. લોકોને નુકશાન ન થાય એ રીતે પ્રોજેકટનું આયોજન કરાશે.
તો બીજીબાજુ થોડા દિવસ પહેલા નવસારી જિલ્લામાંથી સુરતથી અહમદનગર વચ્ચે શરૂ થયેલ ભારતમાલા હાઈવેના પ્રોજેકટને લઈ ખેડૂતોનો વિરોધ શરૂ કર્યો હતો. ત્યારે નવસારી જિલ્લામાં આ હાઈવેને લઈ એક એજન્સી દ્વારા સર્વે પણ હાથ ધરવામાં આવ્યો હતું.
જે સર્વે દરમિયાન અનેક જગ્યાએ ખેડુતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે નવસારી ખાતે નવસારી અને જલાલપોરના ખેડુતો તો વાંસદા ખાતે ચીખલી અને વાંસદાના ખેડૂતો એકત્ર થઈ રેલી યોજી હતી.
જેમાં નવસારી ખાતે ખેડૂતો સુખડનો હાર પહેરી રેલીમાં જોડાયા હતા અને જિલ્લા કલેકટરને આવેદનપત્રની સાથે સુખડનો હાર પણ આપ્યો હતો. તો વાંસદા ખાતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
સરકાર દ્વારા વિવિધ પ્રકારના પ્રોજેક્ટો લાવી ખેડૂતોને જીવતા જી મારી નાખ્યા છે. એવા આક્ષેપ સાથે ખેડૂતોએ રૈલીમાં સુખડનો હાર પહેરી અને કલેકટર મારફત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સુખડનો હાર મોકલ્યો હતો.
