Not Set/ ભાજપ MLA : ‘CAA અને NRCનો વિરોધ કરનારનો સફાયો કરવામાં આવશે, આ મોદીનું  ભારત છે

હરિયાણામાં ભાજપના એક ધારાસભ્યએ એક સમુદાય પર નિશાન સાધતા કહ્યું કે, જે લોકો સુધારેલા નાગરિકત્વ કાયદા અને એનઆરસીનો વિરોધ કરી રહ્યા છે, તેઓ એક કલાકમાં ‘ખતમ’ થઈ શકે છે. હરિયાણાના કૈથલના ધારાસભ્ય લીલા રામ ગુર્જરે  સુધરેલા નાગરિકત્વ કાયદાના સમર્થનમાં તેમના મત ક્ષેત્રમાં આયોજિત કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. તેમણે બેઠકમાં કહ્યું કે આજે  જવાહરલાલ નહેરુનું ભારત […]

Top Stories India

હરિયાણામાં ભાજપના એક ધારાસભ્યએ એક સમુદાય પર નિશાન સાધતા કહ્યું કે, જે લોકો સુધારેલા નાગરિકત્વ કાયદા અને એનઆરસીનો વિરોધ કરી રહ્યા છે, તેઓ એક કલાકમાં ‘ખતમ’ થઈ શકે છે.

હરિયાણાના કૈથલના ધારાસભ્ય લીલા રામ ગુર્જરે  સુધરેલા નાગરિકત્વ કાયદાના સમર્થનમાં તેમના મત ક્ષેત્રમાં આયોજિત કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. તેમણે બેઠકમાં કહ્યું કે આજે  જવાહરલાલ નહેરુનું ભારત નથી, આજે તે ગાંધી નથી. આજે આ નરેન્દ્ર મોદીનું ભારત છે. મિયાંજી, હવે આ હિન્દુસ્તાન નરેન્દ્ર મોદી જીનું છે, જો એક ઈશારો મળશે તો, એક કલાકમાં સફાયો થી જશે.

તેમને સુધારેલા નાગરિકત્વ કાયદાને ટાંકીને વધુમાં કહ્યું હતુકે, PM મોદીએ આ પહેલ કરી છે. તેમણે કહ્યું કે જો મુસ્લિમોને લાગે છે કે તેમને દેશમાંથી બહાર કાઢવા માટેનું કાવતરું કરવામાં આવી રહી છે, તો આવું આ કાયદામાં કાઈ નથી. પરંતુ જે લોકો ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ્યા છે તેઓએ ચોક્કસપણે જવું પડશે.

આ વર્ષે ઓક્ટોબરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નેતા રણદીપસિંહ સુરજેવાલાને પરાજિત કરનાર ગુર્જરે કહ્યું હતું કે હું અહીં લોકોને કહેવા માંગુ છું કે આ ભારત મનમોહન સિંહ, જવાહરલાલ નેહરુ અથવા ગાંધીનું  નથી, પરંતુ મોદીજી અને અમિત શાહનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.