Ahmedabad News/ અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરી, 24 કેરેટના 374.900 ગ્રામ વજનનો સોનાનો બાર મળ્યો

જિદ્દાહથી આવેલ મહિલા યાત્રી પાસેથી સોનું અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઝડપાયું છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદ એરપોર્ટ પરથી સોનાની દાણચોરીના કિસ્સા ઉત્તરોત્તર વધતાં જાય છે. સમયાંતરે દાણચોરીનું સોનું લઇને આવતાં મુસાફરો ઝડપાતાં જાય છે.ત્યારે વધુ એકવાર જિદ્દાહથી આવેલ મહિલા યાત્રી પાસેથી સોનું અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઝડપાયું છે. 24 કેરેટના 374.900 ગ્રામ વજનનો સોનાનો બાર મહિલા પાસેથી મળી આવ્યો છે. કસ્ટમ વિભાગે આશરે 37 લાખની કિંમતનું સોનુ જપ્ત કર્યુ છે.

થોડા દિવસ પહેલા 23 એપ્રિલના રોજ અમદાવાદ એરપોર્ટ પરથી  શારજાહથી અમદાવાદ આવેલા એક યાત્રી પાસેથી કસ્ટમ વિભાગે સોનાના કોટેડ વાયર, સોનાની વીંટી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 18 અને 24 કેરેટનું 815.600 ગ્રામ સોનુ ઝડપાયુ છે. કસ્ટમ વિભાગે જપ્ત કરેલા આ સોનાની કિંમત 65.74 લાખ રૂપિયા જેટલી છે. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પર સોનુ ઝડપાવવાનો સિલસિલો યથાવત

આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે ઝડપ્યુ સોનુ

આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 2.76 કરોડનું સોનુ