નાગરિકત્વ સુધારો અધિનિયમ અંગે દેશભરમાં વિરોધ પ્રદર્શનની વચ્ચે ભાજપ પણ હવે સક્રિય થઈ ગયુ છે. આ સાથે હવે ભાજપનાં મોટા નેતાઓ દિલ્હીથી બહાર આવી રહ્યા છે અને સામાન્ય લોકો સાથે વાતચીત કરી રહ્યા છે, ખાસ કરીને પાકિસ્તાનથી વિસ્થાપિત થયેલા લોકો જે આ કાયદાથી ફાયદો ઉઠાવી રહ્યા છે.
આ કડીમાં ભાજપનાં કાર્યકારી પ્રમુખ જે.પી.નડ્ડા ઈન્દોર પહોંચ્યા હતા અને પાકિસ્તાનથી વિસ્થાપિત લોકોને મળ્યા હતા. આ સમય દરમિયાન, રાજ્ય ભાજપનાં તમામ દિગ્ગજો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સંબોધન કરતા તેઓએ પાકિસ્તાન અને કોંગ્રેસ પર આકરા પ્રહોર કર્યા હતા. કાર્યક્રમને સંબોધન કરતાં પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ વિસ્થાપિતો માટે ભગવાન તરીકે ગણાવ્યા હતા.
ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ રાકેશ સિંહે કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું કે, સીએએ એક્ટ કોંગ્રેસને નુકસાન પહોંચાડી રહ્યું છે. કોંગ્રેસ આ કાયદા પ્રત્યે લોકોને ભ્રમિત અને ડરાવી રહ્યુ છે. વળી, વિપક્ષી નેતા ગોપાલ ભાર્ગવે કહ્યું કે, દેશને બીજી આઝાદી 13 ડિસેમ્બર, 2109 નાં રોજ બીજી સ્વતંત્રતા મળી તમામ સાંસદો પાસેથી નાગરિકત્વ સુધારણા બિલ પસાર કરવામાં આવ્યું છે. આ સાથે તેમણે કહ્યું કે, પાકિસ્તાનમાં લઘુમતી સમાજ પર થતા અત્યાચાર સાંભળીને મન અસ્વસ્થ થઈ જાય છે.
Shivraj Singh Chouhan, BJP in Jaipur on #CitizenshipAmendmentAct: Narendra Modi inke liye bhagwan ban ke aaye hain jo pratadit the aur nark ki zindagi jee rahe the. Bhagwan ne jeewan diya, maa ne janam diya, lekin Narendra Modi ji ne fir se zindagi di hai. pic.twitter.com/mKnTryu6zb
— ANI (@ANI) December 23, 2019
કાર્યક્રમ વિશે મીડિયા સાથે વાત કરતા સાંસદ શંકર લાલવાણીએ જણાવ્યું હતું કે, નાગરિકતા સુધારો અધિનિયમની રચનાએ સિંધિ સમાજને મધ્ય ભારતમાં સૌથી વધુ પ્રભાવિત કર્યા છે. સીએએ અને એનઆરસીને લઈને દેશની સાથે રાજ્યનાં રાજકારણમાં તેજી જોવા મળી છે. સીએએ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવીને ભાજપે પોતાનો હેતુ સ્પષ્ટ કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
