Narmada News/ દારૂના કેસમાં રૂ.60,000 ની લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ ઝડપાયો

ફરિયાદને આધારે ACB એ બિછાવેલી જાળમાં ફસાયો

Top Stories Gujarat Breaking News
Beginners guide to 2025 04 04T203444.615 દારૂના કેસમાં રૂ.60,000 ની લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ ઝડપાયો

Narmada News : દારૂના કેસમાં એક વ્યક્તિ પાસેથી રૂ.60,000 ની લાંચ લેતા નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલને  ACB એ ઝડપી લીધો હતો.આ કેસની વિગત મુજબ ફરીયાદીના પુત્ર વિરૂદ્ધ ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનમા પ્રોહીબીશન ગુનો દાખલ થયો હતો. આ ગુનાના કામે તેઓનો પુત્રને તા.19.3.2025ના રોજ માકડખડા ખાતે ફરીયાદી તથા તેમનો પુત્ર ઘરે હાજર હતા તે સમયે પોલીસના માણસો આવી અને તેમને ગરૂડેશ્વર પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા અને આ ગુનામાં અટક કરી હતી.

ફરીયાદીનાપુત્રને પોલીસો દ્વારા માર મારવામાં આવ્યો હતો અને ફરીયાદીને કહેલ કે પૈસા થસે અને જો પૈસા નહી આપીશ તો તારા છોકરા ઉપર બીજો પણ ગુનો દાખલ કરીશુ. તેમજ આ ગુનામાં ફરીયાદીની એક નાવડી તથા એક બાઇક પણ કબ્જે કર્યું હતું. બીજીતરફ ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અશ્વિન આર.વસાવા દ્વારા ફરીયાદીના પુત્ર વિરૂધ્ધ બીજો ગુનો દાખલ કરવાની ધમકી આપી તેમજ નાવડી તેમજ બાઈક પરત આપવા પેટે અગાઉ તા.19-3-2025ના રોજ પ્રથમ રૂ.2,00,000 લાંચ પેટે લીધા હતા.

જે નોટોના બંડલની ઉપરની નોટોનો ફરીયાદીએ પોતાના મોબાઈલમાં ફોટો પાડી લીધેલ હતો. બાદમાં આરોપી હેડ કોન્સ્ટેબલે રૂ.70,000 ની લાંચની માંગણી કરી હતી. જે રકમ રકઝકના અંતે 60,000આપવાના નકકી કર્યા હતા. આ વાતચીતનુ ફરીયાદીએ પોતાના મોબાઈલમાં રેકોર્ડીંગ કરી લીધું હતુ. જે લાંચની રકમ રૂા60,000 ફરીયાદી હેડ કોન્સ્ટેબલને આપવા માંગતા ન હોવાથી તેમણે ACB માં ફરિયાદ કરી હતી. જેને આધારે ACB ની ટીમે ગરૂડેશ્વર પોલીસ લાઈનના ગેટ ઉપર જાળ બિછાવી ફરિયાદી પાસેથી રૂા.60,000/- સ્વિકારતા આરોપી હેડ કોન્સ્ટેબલ ઝડપાઈ ગયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભ્રષ્ટાચારનો પર્દાફાશ: સ્ટેમ્પ ડ્યુટી કચેરીના 2 અધિકારીઓ 3 લાખની લાંચ લેતા ઝડપાયા

આ પણ વાંચો:જંત્રીમાં વધારાના પગલે સરકારની સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં ધરખમ વધારો

આ પણ વાંચો:રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં અમદાવાદ સહિત પાંચ જિલ્લાઓનો સૌથી વધુ ફાળો