Gujarat Weather News: હવામાન વિભાગે (IMD) વરસાદને લઈ મોટી આગાહી કરી છે. આગામી 4 દિવસ ઉત્તર પૂર્વના જીલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાહોદ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટોછવાયો તથા ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ (Yellow Alert) આપવામાં આવ્યું છે.

રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં ક્યાંક છૂટો છવાયો વરસાદ (Rain) થવાની શક્યતા છે તો ક્યાંક ભારે વરસાદ પડી શકે છે. રાજસ્થાન આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ચાર દિવસ બાદ વરસાદની શક્યતા જોવા મળી છે.
રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદે હાલ વિરામ લીધો છે. પરંતુ રાજસ્થાન અને આસપાસના વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર સક્રિય થવાની હજુ પણ ઉત્તર પૂર્વના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. આજે સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, અને દાહોદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વાદળછાયા વાતાવરણને કારણે ઠંડા પવનો પણ ફૂંકાઈ શકે છે.

માહિતી મુજબ, રાજ્યનો ત્રીજો સૌથી મોટો કડાણા ડેમ 95.84 ટકા ભરાયો છે. જેથી ડેમના 6 ગેટ 6-6 ફૂટ સુધી ખોલી મહીસાગર નદીમાં 80 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. જેથી મહીસાગર નદી બે કાંઠે વહેતી થઈ છે. જેને પગલે આસપાસના 106 ગામોને હાલ એલર્ટ કરાયા છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાય દિવસથી મહત્તમ વરસાદ નોંધાયો નથી. રવિવારે શહેરનું તાપમાન 32.7 ડિગ્રી રહ્યું હતું. હવામાન વિભાગે હળવા વરસાદની આગાહી કરી છે. સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને છોટા ઉદેપુરમાં બુધવારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. જ્યારે ગુજરાત રાજ્યના અન્ય ભાગમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે. રવિવારે અરવલ્લીમાં 65 મીમી, મહિસાગરના બાલાસિનોરમાં 55 મીમી વરસાદ પડ્યો છે. વલસાડના ઉમરગામમાં 52 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યનાં 61 તાલુકામાં 1 મીમી કે તેથી વધુ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો:IMDની આગાહી શું કહે છે, કેવો રહેશે વરસાદ…..
આ પણ વાંચો:રાજયના પાંચેય ઝોનમાં પડ્યો 100 ટકા વરસાદ, છેલ્લા 24 કલાકમાં 113 તાલુકામાં મેઘમહેર
આ પણ વાંચો:ઉત્તર ભારતમાં વાદળા ગરજશે, ભારે વરસાદનું અપાયું એલર્ટ
